
વોટ્સએપમાં આવી શકે છે નવું એક ફીચર,જાણો તેના વિશે
વોટ્સએપ યુઝર્સ માટે હવે એક વધુ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં જાણવા મળે છે કે વોટ્સએપ હવે પોતાની એપ્લિકેશનમાં વધુ એક ફીચરને એડ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વોટ્સએપ નવા ફીચર WhatsApp Surveys નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે.
વધુ જાણકારી અનુસાર વોટ્સએપની સુવિધાનું યુઝર્સ પાસેથી ફીડબેક મેળવવા સૌથી પહેલા વોટ્સએપ એક ઈન્વિટેશન મોકલશે. તે ઈન્વિટેશનને એક્સેપ્ટ કરીને યુઝર્સ પોતાનો ફીડબેક આપી શકશે. આ ઈન્વિટેશન એક વેરિફાઈડ ચેટ એકાઉન્ટથી મળશે.
ઉલ્લેખનીય છે કે WhatsApp Surveysને લઈને કોઈપણ સ્પષ્ટતા કંપની તરફથી હમણા સુધી આવી નથી. આ ફીચર દરેક યુઝર્સને મળશે કે તે કોઈ અલગ વર્ગ માટે જ છે. તેની પણ સ્પષ્ટતા થઈ નથી.
WhatsApp Surveysથી યુઝર્સ પોતાની વાત વોટ્સએપ સુધી પહોંચાડી શકશે. તેનાથી કંપની યુઝર્સના ફીડબેક મેળવી તેમની સુવિધા વધારો કરી શકશે. અને વોટ્સએપને વધારે સારુ મેસેજિંગ એપ બનાવી શકાશે.