
વોટ્સએપનું નવું ફીચર, યુઝર્સને મળી શકે છે ઈન્ટરનેશનલ પેમેન્ટની સુવિધા
મેટાની માલિકીની મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને UPI દ્વારા ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે. યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા માત્ર વોટ્સએપ દ્વારા ઈન્ટરનેશનલ પેમેન્ટ કરી શકશે.
શું વોટ્સએપથી થશે ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ?
વોટ્સએપની ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ સેવા ભારતીય બેંક એકાઉન્ટ વાળા યુઝર્સને પસંદગીના ઇન્ટરનેશનલ મર્ચેટ્સને પૈસા ટ્રાન્સફર કરવા અને લેવડ-દેવડ કરવા માટે પરમિશન આપશે. આ સુવિધા તે દેશોમાં જ કામ કરશે જ્યાં બેંકોએ આંતરરાષ્ટ્રીય UPI સ્વીકાર્યું છે અને તેની સેવાઓ શરૂ કરવામાં આવી છે.
ટિપસ્ટર દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટને જોતા એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય પેમેન્ટ ફીચરને મેન્યુઅલ એક્ટિવેશનની જરૂર પડશે. યુઝર્સએ સમયગાળો સેટ કરવો પડશે જેના માટે તેમને ઈન્ટરનેશનલ પેમેન્ટ સર્વિસ એક્ટિવ કરવાની જરૂર છે.
ગૂગલ પે અને ફોન પેને મળશે ટક્કર
તમને જણાવી દઈએ કે Google Pay અને PhonePe સહિત ભારતમાં UPI પેમેન્ટ સેવાઓ પ્રદાન કરતી અન્ય ઘણી કંપનીઓ તેમના યુઝર્સને આ સુવિધા પહેલાથી જ પ્રદાન કરે છે. જો કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમને વોટ્સએપ અથવા વોટ્સએપ વિશે જાણકારી આપતા કોઈપણ સત્તાવાર વેબસાઈટ તરફથી આવી કોઈ સુવિધા વિશે જાણકારી મળી નથી. આ માહિતી માત્ર એક ટિપસ્ટર દ્વારા આપવામાં આવી છે.