તબીબી ક્ષેત્રમાં એક નવી પહેલ – હવે દેશમાં દરેક પીજી ડોક્ટર્સ પણ હાર્ટએટેકની સારવારમાં બનશે એક્પર્ટ,દરેક વિષયનાનવો અભ્યાસ ક્રમ જોડવામાં આવ્યો
- તબીબી ક્ષેત્રમાં નવી પહેલ
- હવે પીજી ડ઼ોક્ટર્સને પણ હાર્ટ એટકની સારવારમાં માહિતગાર બનાવાશે
દિલ્હીઃ- દેશમાં તબીબી ક્ષેત્રમાં નેશનલ મેડિકલ કમિશનએ નવા તબીબી નિયમોમાં તમામ અનુસ્નાતક તબીબી વિદ્યાર્થીઓ માટે મૂળભૂત કાર્ડિયાક લાઇફ સપોર્ટ અને એડવાન્સ્ડ કાર્ડિયાક લાઇફ સપોર્ટ અભ્યાસક્રમોને ફરજિયાત બનાવ્યા છે. મેડિસિનની કોઈપણ શાખામાં પીજી કરતા વિદ્યાર્થીઓ માટે આ બંને અભ્યાસક્રમો કરવા હવે જરૂરી રહેશે. તેનો ઉદ્દેશ્ય દેશમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુને ઘટાડવાનો અને તેઓને સારી સારવાર આપવાનો છે.
એનએમસી એ તાજેતરમાં નવા મેડિકલ નિયમો બહાર પાડ્યા છે. તે જણાવે છે કે પ્રથમ વર્ષમાં જ, તમામ પીજી વિદ્યાર્થીઓએ બીસીએલએસ અને એસીએલએસ અભ્યાસક્રમો કરવાડ પડશે,આ બંને સર્ટિફિકેટ કોર્સ હશે અને મેડિકલ કોલેજમાં ઓનલાઈન અને પ્રેક્ટિકલ બંને રીતે હાથ ધરવામાં આવશે.
આ સાથે જ પીજીના વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવશે. બંને અભ્યાસક્રમો હાર્ટ એટેકની સ્થિતિમાં કટોકટીની સારવાર સાથે જોડાયેલા છે. નવા નિયમોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીજી વિદ્યાર્થીઓએ આ કોર્સ ફરજિયાતપણે કરવો જ પડશે, તો જ તેમને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.જેનો મુખ્ય ઉદ્દેશ્ય હાર્ટએટેકની સારવારમાં સુંસંગતતા અને સરળતાનો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં હૃદય રોગથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હૃદયરોગથી થતા મૃત્યુમાંથી લગભગ 36 ટકા મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે. 40 થી 69 વર્ષની વય જૂથમાં હૃદયરોગને કારણે થતા 45 ટકા મૃત્યુમાં હાર્ટ હુમલાઓ અથવા અન્ય રોગો ભૂમિકા ભજવે છે. પરંતુ દેશમાં કાર્ડિયોલોજિસ્ટની ભારે અછત છે. તેથી જ આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. આ અભ્યાસક્રમો દ્વારા તમામ નિષ્ણાત તબીબોને હાર્ટ એટેકના કિસ્સામાં ઈમરજન્સી સારવારમાં કુશળ બનાવવામાં આવશે, જેથી તેઓ ઈમરજન્સીને સંભાળી શકે.
જે કોઈ પણ વિષયના ડોક્ટર હોય છત્તા પણ તેના મૂળભૂત અભ્યાસક્રમમાં, તાલીમ ખાસ કરીને કાર્ડિયાક પલ્મોનરી રિસુસિટેશન પૂરી પાડવામાં આવશે. આમાં, દર્દીને હૃદયરોગનો હુમલો અથવા હૃદયની નિષ્ફળતાના કિસ્સામાં, છાતી દબાવીને શ્વાસ લાવવો , મોં કે નાક દ્વારા શ્વાસ લેવાથી તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો પ્રયાસનો અભ્યાસ કરવામાં આવે છે. અદ્યતન અભ્યાસક્રમ કટોકટીની સારવાર સાથે પણ સંબંધિત છે. દેશની પસંદગીની મેડિકલ કોલેજોમાં BCLS અને ACLS જેવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. તેમને સારા પરિણામો મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્રારા તમામ મેડિકલ કોલેજોમાં બંને અભ્યાસક્રમોને ફરજિયાત બનાવવાથી ભવિષ્યમાં કાર્ડિયાક અરેસ્ટ જેવા કેસોના કટોકટી વ્યવસ્થાપનમાં મદદ મળશે અને લોકોને મૃત્યુથી બચાવી શકાશે.આ માટે હવે તમામા પીજી ડોક્ર્સ હાર્ટએટેકની સારવારમાં મદદરુપ બની શકશે.