
હૈદરાબાદમાં કંપનીના સેલિબ્રેશનમાં પાંજરાથી સ્ટેજ પર ઉતરી રહેલા સીઈઓનું મોત, દર્દનાક વીડિયો આવ્યો સામે
હૈદરાબાદ: હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં એક પ્રાઈવેટ કંપની વિસ્ટેગ્સ એશિયાના કાર્યક્રમ દરમિયાન સીઈઓનું સ્ટેજ પર પડી જવાથી મોત નીપજ્યું છે. આ દર્દનાક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જાણકારી મુજબ, કંપીનના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમનું આયોજન ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું હતું. સમારંભ દરમિયાન યુએસ બેઝ્ડ સીઈઓ સંજય શાહ અને કંપનીના અધ્યક્ષ રાજૂ દાતલા એક લોખંડના પાંજમાં ઉભા રહીને સ્ટેજ પર ઉતરી રહ્યા હતા. તેને ક્રેનથી ધીરેધીરે સ્ટેજ પર ઉતારવામં આવતું હતું. તેના સિવાય આ પાંજરમાં તારામંડળ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ કંપનીની સિદ્ધિઓની ઉજવણીનો આ કાર્યક્રમ ગણતરીની પળોમાં માતમાં ફેરવાય ગયો.
જાણકારી પ્રમાણે, લોખંડનું આ પાંજરું 6 એમએમ કેબલની મદદથી 25 ફૂટની ઊંચાઈ પર લટકી રહ્યું હતું. પાંજરું જ્યારે નીચે આવી રહ્યું હતું, ત્યારે કેબલ તૂટી ગયો અને તે એક તરફ ઝુકી ગયું હતું. તેના પછી કંપનીના બંને શીર્ષસ્થ પદાધિકારીઓ સ્ટેજ પર પડયા હતા. સંજય શાહ અને રાજૂ દાતલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સંજય શાહને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનો જીવ બચાવી શકાયો નહીં. જણાવવામાં આવે છે કે રાજૂ દાતલાની હાલત ગંભીર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને કેવી રીતે સ્ટેજ પર પડયા છે અને તેના પછી કેવો હડકંપ મચ્યો છે.
આ રજત જયંતીની ઉજવણી માટે કંપનીના 700 કર્મચારીઓ પહોંચ્યા હતા. કંપનીના અધિકારીની ફરિયાદ પર ફિલ્મ સિટીના ઈવેન્ટ મેનેજમેન્ટ વિરુદ્ધ ઘણી કલમો લગાવીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ મુજબ, સંજય શાહ 15 ફૂટની ઊંચાઈથી પડયા હતા અને નીચે જમીન પર કોન્ક્રીટ હતું. વિસ્ટેક્સ એક એલિનોઈસ કંપની છે, જે મહેસૂલ પ્રબંધન અને સર્વિસ પ્રોવાઈડર છે.