
કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢેક વર્ષથી લોકો બહાર ફરવા જઈ શક્યાં નથી. જો કે, હાલ દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં હોવાથી ઘરમાં જ રહીને કંટાળેલા લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેથી પ્રવાસન સ્થળો ઉપર ભીડ જોવા મળી રહી છે. જો આપ પણ પરિવાર અને મિત્રો સાથે શિમલા ફરિવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોય તો જાણી લો કયાં સ્થળ જોવા લાયક છે.
શમલા ઉત્તર ભારતનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાંથી એક છે શિમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે. શિમલા મોલ, રોડ, રિઝ, ટ્રોય ટ્રેન અને ઓપનિવશિક વાસ્તુકલાથી સમગ્ર દેશમાં જાણીતું છે. 2200 મીટરની ઉંચાઈ પર સ્થિત શિમલા દેશમાં સૌથી સુંદર પ્રવાસન સ્થળો પૈસીનું એક છે. એટલું જ હાનીમૂન કપલ અહીં જવાનું વધારે પસંદ કરે છે. બ્રિટિશ ભારતની પૂર્વવર્તી ગ્રાષ્મકાલીન રાજધાનીથી પ્રસિદ્ધ આ શહેર પોતાની પ્રાકૃતિક સુંદરતા અને વાતાવરણને કારણે કોઈ પણ પ્રવાસીને બીજી વખત જવા મજબુર કરે છે. શિમલામાં ઐતિહાસિક મંદિરની સાથે સાથે ઓપનિવેશિક શૈલીની ઈમારતો દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓને આકર્ષે છે. જો આપ શિમલા હિલ્સ સ્ટેશન જવા માંગો છો તો તમારે આ શહેરમાં મોલ રોડ, રિઝ, ઈન્સ્ટીટ્યુ ઓફ એડવાન્સ સ્ટડીઝ અને જાખુ મંદિર જરૂર જવું જોઈએ. કાલકાથી સિમલા દોડતી ટ્રોય ટ્રેન અહીંની સુંદર પર્વતમાળાઓ અને ઘાટિયોમાંથી પસાર થાય છે. જેમાં પ્રવાસ કરવો આપ માટે યાદગાર સાબિત થશે. આ રેલ માર્ગને દુનિયાના સૌથી સુંદર ટ્રેન માર્ગોમાં એક છે.
18મી સદીના સમયમાં શિમલામાં મોટાભાગના વિસ્તારોમાં જંગલ અને વૃક્ષો હતા. આ શહેરમાં ખુબ ઓછી વસતી હતી જ્યારે મોટી સંખ્યામાં મંદિરો હતા. હિન્દુ દેવી શ્યામલા દેવીના પ્રતિષ્ઠાન બાદ આ જગ્યાનું નામ શિમલા પડ્યું હતું. નેપાલના ભીમસેન થાપા પછી અંગ્રેજોને સુગૌલી સંધિ અનુસાર આ વિસ્તારમાં પોતાનો કબજો કર્યો હતો. 1863માં ભારતના વાયસરોય, જોન લેરિસ અને બ્રિટિશ રાજમાં શિમલાને ગ્રીષ્મકાલિન રાજધાની બનાવતા હતા. 1871માં શિમલા અવિભાજિત પંજાબની રાજધાની બની ગયું હતું. વર્ષ 1971માં હિમાચલ પ્રદેશ રાજ્યની સ્થાપના બાદ શિમલા અહીંનો ખાસ હિસ્સો બની ગયું હતુ અને રાજ્યની રાજધાની જાહેર કરવામાં આવી હતી.