પુણે: મહારાષ્ટ્રના પુણેના રહેણાંક વિસ્તારોમાં મચ્છરોના ચક્રવાત જેવી ઘટના જોવા મળી. મોટી સંખ્યામાં મચ્છરો ઝૂંડ બનાવીને આકાશમાં ઉડતા દેખાયા. આનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યાં રહેણાંક વિસ્તારોમાં આટલીી મોટી સંખ્યામાં મચ્છરોના દેખાવાને કારે લોકોમાં સ્વાસ્થ્યને લઈને ગભરાટ છે અને સ્થાનિક લોકો નગરનિગમ પર સ્વચ્છતાને લઈને બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.
પુણેમાં મુથા નદીની ઉપર મચ્છરોનો ચક્રવાત જોવા મળ્યો, જેમાં લાખોની સંખ્યામાં મચ્છર આકાશમાં ઉડતા દેખાય રહ્યા છે. મચ્છરોનું આ વાવાઝોડું પુણેના રહેણાંક વિસ્તારોમાં કેશવનગર, ખરાડી અને મુંધવા વગેરેમાં પણ જોવા મળ્યા. લોકોએ આનો વીડિયો બનાવીને સોશયલ મીડિયા પર શેયર કર્યો. વીડિયો સોશયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં મચ્છરોને રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા બાદ લોકો પરેશાન છે અને તેમને પોતાના અને પરિવારજનોના આરોગ્યની ચિંતા થઈ રહી છે.
આટલી મોટી સંખ્યામાં મચ્છરોના ઉઢવાને કારણે લોકોએ પોતાના ઘરોના બારી-બારણાં બંધ કરી લીધા છે અને તેઓ બહાર જવાથી પણ ડરી રહ્યા છે. લોકો મચ્છરજનિત બીમારીઓ જેવી કે મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો ડર સતાવી રહ્યો છે. કેટલાક લોકોએ સોશયલ મીડિયા પર મચ્છરોના ચક્રવાતનો વીડિયો શેયર કરીને પુણે નગરનિગમ પર નિશાન સાધી રહ્યા છે. એક રહેવાસીએ સોશયલ મીડિયા પર વીડિયોને શેયર કરતા કટાક્ષ કર્યો છે કે પુણે નગરનિગમે કેશવનગર નિવાસીઓને સમયસર ટેક્સ આપવાના બદલામાં વેલેન્ટાઈન ગિફ્ટ આપી છે.
મુથા નદી પર બનેલા બંધની નજીક આવેલા આ વિસ્તારમાં એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે. તેની સાતે જ ખરાડીને જોડતા એક પુલનું નિર્માણ પણ થઈ રહ્યું છે. તેના કારણે નદીની ધારા ધીમી થઈ ગઈ છે અને ત્યાં મોટી સંખ્યામાં મચ્છર પેદા થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા મધ્ય અમેરિકા અને રશિયામાં પણ ચોમાસામાં મચ્છરોનો આવો ચક્રવાત જોવા મળ્યો હતો.