
પીએમ મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચે દ્રીપક્ષીપ બેઠક મળી, વિવિધ મુદ્દા ઉપર થઈ ચર્ચા
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં જી20 સમિટની બેઠકમાં હાજરી આપવા આવેલા બ્રિટનના પીએમ ઋષિ સુનકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન પીએમ મોદી અને ઋષિ સુનક વચ્ચે દ્રીપક્ષીપ બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વના મહત્વના મુદ્દા ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દિલ્હીમાં આયોજીત જી20 શિખર સંમેલન પહેલા પોતાની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરીને બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકે એ વાત ઉપર ફોક્સ કર્યું હતું કે, કોઈ પણ પ્રકારના વૈશ્વિક મુદ્દાઓના ઉકેલ માટે તમામ દેશોએ સાથે મલીને કામ કરવાની જરુર છે. દરમિયાન જી20 શિખર સંમેલનના આયોજન સ્થળ ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા અને વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગાએ હાથ મિલાવ્યો હતો.
સ્પેનના ઉપરાષ્ટ્રપતિ નાદિયા કૈલ્વિનોએ કહ્યું કે, જલવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સહકાર આપવા અને સાથે મળીને આપણી સંયુક્ત ક્ષમતાથી બહુપક્ષવાદ અને વિશ્વાસને વધારે મજબુત કરવા માટે આહવાન કરાયું છે.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 15 વર્ષ પહેલા જી20 નેતા વિત્તીય સંકટ બાદ વૈશ્વિક વિકાસને સાર્થક કરવા માટે પ્રથમવાર એક સાથે આવ્યા હતા. અમે એવા સમયે મળી રહ્યાં છે જ્યારે દુનિયા અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે અને નેતૃત્વ પ્રધાન કરવા માટે દુનિયા એકવાર ફરી જી20ની સામે જોઈ રહી છે, મારુ માનવું છે કે, અમે સાથે મલીને આ પડકારોનો સામનો કરી શકીએ છીએ.