
હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે કેદારનાથ યાત્રાને લઈને યલો એલર્ટ અપાયું
- કેદારનાથ યાત્રામાં યલો એલ ર્ટ જારી
- યાત્રા દરમિયાન હાર્ટએટેકના કારણે 2 લોકોના મોત
દેહરાદૂન- છેલ્લા કેટલાક દિવસથી ઉત્તરાખંડના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે ભારે વરસાદની પણ સંભઆવના કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને કેદારનાથ યાત્રાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સાથે જ અહી આવતા યાત્રીઓ સહિત અન્ય પ્રવાસન સ્થળોએ આવનારા પ્રવાસીઓને વરસાદની સ્થિતિમાં રોકાવા માટે આશ્રય લેવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ યાત્રા સાથે જોડાયેલા અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 16 થી 20 મે સુધી, હવામાન વિભાગ દ્વારા રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાઓમાં વીજળી, પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રએ કહ્યું કે હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને કેદારનાથ યાત્રાને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે. ધામમાં આવતા યાત્રિકોને અત્યંત સાવધાની સાથે યાત્રા કરવા જણાવાયું છે.
યાત્રીઓને સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવાની સૂચના આપવામાં આવી છે યાત્રા સાથે સંબંધિત વિભાગીય અધિકારીઓની સાથે એનડીઆરએફ ,એસડીઆરએફ અને પોલીસ દળને એલર્ટ મોડ પર રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. કહ્યું કે જો વરસાદ અને અન્ય કારણોસર રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઇવે ખોરવાશે તો યાત્રાના સંચાલનનું યોજનાબદ્ધ આયોજન કરવામાં આવશે.