
- મોસ્ટ વોન્ટેડ આરોપી એબૂ બકર ઝડપાયો
- 1993ના મુંબઈ બ્લાસ્ટનો પણ છે આરોપી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દેશમાં આતંકીઓ પ્રવૃત્તિને નશ્ય કરવાના સતત પ્રયાસ થી રહ્યા છએ જેમાં મોટા ભાગે આપણાને સફળતા પણ પ્રાપ્ત થી રહી છે, ખાસ કરીને વિતેલા વર્ષોમાં જે લોકો આતંકી પર્વૃત્તિમાં સામેલ હતા અને તેઓ ફરાર હતા તેઓને શોધી કાઢવાના પ્રયાસો સફળ થી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભારતીય એજન્સીઓએ વિદેશમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એજન્સીઓએ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં સંડોવાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એકને પકડવામાં સફળતા મેળવી છે. યુએઈમાં આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. જે 1993માં મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ 12 બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકોના મોત થયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા.તેમાં તેની સંડોવણી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ અબુ બકર છે, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શસ્ત્રો અને વિસ્ફોટકોની તાલીમ લેવા, શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાતા આરડીએક્સનું લેન્ડિંગ અને દાઉદ ઈબ્રાહિમના નિવાસસ્થાને ષડયંત્ર અને આયોજનમાં સામેલ છે.
1993ના વિસ્ફોટોના મુખ્ય કાવતરાખોરોમાંનો એક અબુ બકર સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાનમાં રહેતો હતો. ભારતીય એજન્સીઓના ઇનપુટ પર તે તાજેતરમાં યુએઇમાં પકડાયો છે.
2019માં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે કેટલાક દસ્તાવેજોને કારણે UAE સત્તાવાળાઓની કસ્ટડીમાંથી પોતાને મુક્ત કરવામાં સફળ રહ્યો.જો કે હવે ભારતીય એજન્સીઓ બકરના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં છે. ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ થયાના લગભગ 29 વર્ષ બાદ, અબુ બકરને અહીં પરત લાવવામાં આવ્યા બાદ આખરે ભારતમાં કાયદાના આધારે સજા ફટકારવામાં આવશે