
ઝારખંડના ધનબાદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર વ્યક્તિના મોત
ધનબાદ: ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ઘટના બની છે. ધનબાદ નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. તેમજ મૃતકોની ઓળખ મેળવવા માટે પોલીસે કવાયત શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં વાહનમાં મુસાફરી કરી રહેલા ચાર મિત્રોના મોત થયા હતા અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 190 કિલોમીટર દૂર લોહરબરવામાં મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે આ ઘટના બની હતી. ગોવિંદપુરના નાયબ પોલીસ અધિક્ષક શંકર કાંતિએ જણાવ્યું કે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે ધનબાદની નિર્મલ મહતો મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, પાંચેય મિત્રો સિક્સ લેન નેશનલ હાઈવે-2 પર કાર દ્વારા ખોટી દિશામાં જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી એક ટ્રકે કારને ટક્કર મારી હતી. નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ઘટના બાદ ટ્રક ચાલક વાહન લઈને ભાગી ગયો.