
જેલની સજા ભોગવી રહેલો બળાત્કારનો આરોપી ગુરમીત રામ રહીમ દિલ્હી એઈમ્સમાં દાખલ
- ગુરમીત રામ રહીમ હોસ્પિચટલમાં દાખલ
- એન્ડોસ્કોપિ બાદ થશે તેની સારવાર
દિલ્હીઃ- ગુરમીત રામ રહીમ કે જેને બે મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના મામલે જેલની સજા ફટકારાઈ હતી, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રામ રહીમને એન્ડોસ્કોપી માટે એઈમ્સ લાવવામાં આવ્યા છે. એઈમ્સના ડોકટરોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રામ રહીમને કેટલા દિવસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લેવામાં આવશે.
આપહેલા 13 મેના રોજ રામ રહીમને જેલ અધિકારીઓની સલાહ પર રોહતક પીજીઆઈએમએસ લઈ જવામાં આવ્યો હતો. તે સમયે જેલના તબીબોએ કહ્યું હતું કે ડેરા સચ્ચા સૌદાના વડાનું બ્લડ પ્રેશર વધતું અને ઘટતું જાય છે. રામ રહીમને બે મહિલાઓ પર બળાત્કાર કરવા બદલ ઓગસ્ટ 2017 માં સીબીઆઈની વિશેષ અદાલતે 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
ત્યાર બાદ જાન્યુઆરી 2019 માં, એક કોર્ટે 16 વર્ષ પહેલાં એક પત્રકારની હત્યા બદલ રામ રહીમ અને ત્રણ અન્ય લોકોને આજીવન કેદની સજા પણ આપી હતી.રામ રહીમને આ વર્ષે 21 મેના રોજ તેની બિમાર માતાને મળવા પેરોલ આપવામાં આવી હતી. તેની માતાને મળવા માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે ગુરુગ્રામ લઈ જવામાં આવ્યો હતો.