
અભિનેતા બોબી દેઓલ એ અપકમિંગ ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નો ફર્સ્ટ લૂક શેર કર્યો – સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ
- બોબી દેઓલની અપકમિંગ ફિલ્મ લવ હોસ્ટેલ
- લવ હોસ્ટેલનો પ્રથમ લૂક આવ્યો સામે
મુંબઈઃ- હાલ બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે ,કોરોનાના કેસોમાં ઘટાડો થતા ફિલ્મો હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે,ત્યારે કેટલીક ફિલ્મોનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે ,આ સ્થિતિ વચ્ચે બોલિવૂડ અભિનેતા બોબી દેઓલની અપકમિંગ ફિલ્મ લવ પોસ્ટેલને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે
અભિનેતા બોબી દેઓલે વેબ સિરીઝ આશ્રમથી ઓટીટી પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવ્યો છે.ત્યારે બોબીએ તેની આગામી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’નો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી લાખો બોબી દેઓલે વિક્રાંત મેસી અને સાન્યા મલ્હોત્રા સાથે લવ હોસ્ટેલ ફિલ્મની જાહેરાત કરી છે ત્યારથી તેના ચાહકોમાં ફિલ્મમાં બોબી દેઓલના લૂકને લઈને ઘણી ઉત્સુકતા છે. ત્યારે હવે અભિનેતાના લુકને લઈને ફેન્સ તરફથી જોરદાર કોમેન્ટ્સ પણ આવી રહી છે.બોબીના આ લૂકના વખાણ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળવાના છે,આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ જી 5 પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શંકર રમન દ્વારા કરવામાં આવ્યું છે અને લવ હોસ્ટેલ ગૌરી ખાન દ્વારા નિર્મિત છે.
લવ હોસ્ટેલમાં બોબી દેઓલના લુકના લોકો વખાણ કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર છે જ્યારે બોબી સોલ્ટ એન્ડ પેપર લુકમાં જોવા મળ્યો છે, તેનો લુક જોઈને તેના ફેન્સ તેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા લાગ્યા છે.ઘણા યૂઝર્સે કહ્યું કે ‘આગ લગા દી બોબ.’ આ રીતે બોબી દેઓલના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
દો લૂકની વાત કરીએ તો બોબી એ બ્લેક કલરની પઠાણી કુર્તો પહેર્યો છે આ સાથે જ કુર્તી પર જેકેટમાં તે શાનદાર લાગી રહ્યો છે, સાથે જ તેણે સાઈડ બેગ લગાવ્યું છે અને લાઈટ વ્હાઊઈટ હેર અને દાઢી તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે.