1. Home
  2. ગુજરાતી
  3. એક્શન હિરો અક્ષય કુમારનો હેપ્પી બર્થડે નહી હોય હેપ્પીઃ એક દિવસ પહેલા જ માતાનું થયું નિધન,જાણો તેમના બર્થડે પર કેટલીક ખાસ વાતો
એક્શન હિરો અક્ષય કુમારનો હેપ્પી બર્થડે નહી હોય હેપ્પીઃ એક દિવસ પહેલા જ માતાનું થયું નિધન,જાણો તેમના બર્થડે પર કેટલીક ખાસ વાતો

એક્શન હિરો અક્ષય કુમારનો હેપ્પી બર્થડે નહી હોય હેપ્પીઃ એક દિવસ પહેલા જ માતાનું થયું નિધન,જાણો તેમના બર્થડે પર કેટલીક ખાસ વાતો

0
Social Share
  • આજે એક્ષય કુમારનો જન્મદિવસ
  • અક્કી આજે 54 વર્ષના થયા

 

મુંબઈઃ- આજે બોલિવૂડના સુપર સ્ટાર અને એક્શન હિરો તરીકે જાણીતા અક્ષય કુમાર તેમનો 54નો જન્મદિવસ ઉજવી રહ્યા છે, 9 સપ્ટેમ્બર 1967 માં અમૃતસરમાં જન્મેલા રાજીવ ઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમારને આજે કોઈની ઓળખના મોહતાઝ નથી, અક્ષય કુમારને બોલિવૂડનો ખિલાડી કહેવામાં આવે છે. અક્ષયે પોતાના દમ પર બોલીવુડમાં પોતાની  ખાસ જગ્યા બનાવી અને આજે તેની લગભગ દરેક ફિલ્મ કરોડોની કમાણી કરે છે.

અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ ‘સૌગંધ’ થી બોલિવૂડમાં એન્ટ્રીકરી હતી,પરંતુ ફિલ્મ ‘ખિલાડી’ થી બોલીવુડમાં તેને સાચી ઓળખ મળી. આ બાદ અક્ષયે ‘ખિલાડિયોં કા ખિલાડી’, ‘ઈન્ટરનેશનલ ખિલાડી’, ‘ખિલાડી 420’, ‘હેરા ફેરી’, ‘અજનબી’, ‘રૂસ્તમ’, ‘બેલબોટમ’, ‘બેબી’, ‘ગુડ ન્યૂઝ’ જેવી ઘણી ફિલ્મો કરી.

જો કે આ વર્ષે અભિનેતા અક્ષય કુમારનો જન્મદિવસ કંઈક ખાસ નહી હોય, તેણે પોતાના બર્થડેના એક દિવસ પહેલા જ એટલે કે 8 સપ્ટેમ્બરના પોતાની માતાને ગુમાવી છે,ગઈકાલે તેની માતા રિટા ભાટીયાનું નિધન થયું છે, તેની માતા મોતને લઈને તે ખૂખ દુખી છે,આ પહેલા તે બ્રિટનમાં શૂટિંગમાં વ્યસ્ત હતો જો કે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરવાના સમચાર મળતાની સાથે જ તે દોડતો મુંબઈ આવી પહોંચ્યો હતો. અને તેના આવ્યાના થોડા જ દિવસોમાં તેના માતાએ અંતિમ શ્વાસ લીધા

અક્ષય કુમાર વિશે જો વાત કરીએ તો તે તેના સ્ટંટ અને એક્શન માટે બોલિવૂડ તથા હોલિવૂડની દુનિયામાં જાણીતો છે. તે ઘણી વખત સ્ટંટ સીન શૂટ કરતી વખતે બોડી ડબલનો પણ ઉપયોગ કરતો નથી. અક્ષયે કોમેડીની સાથે એક્શન ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે અને તેને અહીં સફળતા પણ મળી છે. આ સાથે અક્ષય દેશભક્તિની ફિલ્મો માટે પણ ખૂબ જાણીતા છે.

એક્શન હીરોની ઇમેજથી બહાર આવવા માટે તેમણે કોમેડી ફિલ્મોમાં ઝંપલાવ્યુ હતું અને ખૂબજ સફળ રહેલી ફિલ્મ હેરા-ફેરીમાં કામ કર્યું,  જે સુપર હિટ ફિલ્મ રહી હતી. જેમાં લોકોને એક કોમેડી હીરો જોવા મળ્યો. અક્ષયને તેના પ્રશંસકોઑ કોમેડી હીરો તરીકે પણ પસંદ કરે છે.

તેમણે કોમેડિ જગતમાં ગરમ-મસાલા, હાઉસ ફુલની શ્રેણી,હેરાફેરીની સિરિઝ જેવી દરેક પ્રકારની ફિલ્મો કરી અને દરેક પ્રકારના પાત્રોમાં નિભાવ્યા ,ફિલ્મોમા કામ કરતા તેનુ નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયુ જેમાં રવીના ટંડન, શિલ્પા શેટ્ટીના નામનો સમાવેશ થાય છે. પરંતુ અક્ષયે ટવિકંલ ખન્ના સાથે લગ્ન કરી આ બધી વાતો પર રોક લગાવી દીધી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code