
એક્ટર અભિષેક બચ્ચન હર્ષદ મહેતાના શાનદાર રોલમાં નજરે પડ્યા – ફિલ્મ’ ઘ બિગ બૂલ’નું ટ્રેલર રિલીઝ
- ઘ બિગ બૂલનું ટ્રેલર રિલીઝ
- માત્ર રિલીઝ થવાની મિનિટો માંજ 90 હજારથી વધુ લોકોએ જોયું
- આ ફિલ્મમાં અભિષેક હર્ષદ મહેતાનો રોલ નિભાવી રહ્યા છે
મુંબઈ – બોલિવૂડના મશહૂર અભિનેતા અભિષેક બચ્ચનની અપકમિંગ ફિલ્મ ‘ધ બિગ બુલ’ નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, જેને રિલીઝ થતાની સાથે જ દર્શકોની એક્સાઈટમેન્ટ ફિલ્મ જોવા માટે વધી ગઈ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન હર્ષદ મહેતાનો રોલ પ્લે કરતા જોવા મળ્યા છે.
આ ટ્રેલર જોતા કહી શકાય કે અભિષેક બચ્ચનનો અભિનય દર્શકોને ખૂબ ગમ્યો છે, સાથે જ તે પોતાના પાત્રમાં પણ ખૂબ શોભી રહ્યા છે. અભિષેક બચ્ચનના અભિનયના ટ્રેલરમાં પ્રખ્યાત યુ-ટ્યુબર કૈરીમિનાટીના સોંગ યલ્ગરનો પણ ટચ જોવા મળે છે. ખાસ વાત એ છે કે થોડા સમય પહેલા જ રિલીઝ થયેલું આ ટ્રેલર અત્યાર સુધીમાં 93 હજારથી વધુ વખત જોવાઈ ચૂ્કયું છે.
અભિષેક બચ્ચનની સાથે આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રુઝ, નિકિતા દત્તા, રામ કપૂર (જેવા ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. અભિષેક બચ્ચનના અભિનયથી માંડીને ફિલ્મમાં તેમના ડાયલોગ સુધી તેઓ ખૂબ આકર્ષક લાગી રહ્યા છે. શેરબજારથી લઈને ધંધા કરવાની રીત સુધીની વિગતો ફિલ્મમાંવર્ણવામાં આવી છે.
આ સાથે જ ટ્રેલરના અંતમાં, અભિષેક બચ્ચનનું ‘ભારત કા પહેલા બિલિનયનેર મે બનુંગા, ન વો, ન કોઈ ઓર’ જે બચ્ચનના રોલમાં ચાર ચાંદ લગાવે છે.ફિલ્મ ‘ધ બિગ બુલ’ ડિસની હોટસ્ટાર પર 8 મી એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન કુકિ ગુલાડટીએ કર્યું છે,આ સાથે જ ફિલ્મને પ્રોડ્યૂસ અજય દેવગન અને આનંદ પંડિતે કરી છે તે ફિલ્મના ડાયલોગ રિતેશ શાહે આપ્યા છે.
સાહિન-