1. Home
  2. ગુજરાતી
  3. ‘મૂજસે શાદી કરોગી’ અને ‘હીરોપંતી’ સહીતની 80થી વધુ ફિલ્મો કરનારા અભિનેતા અરુણ વર્માનું નિધન 
‘મૂજસે શાદી કરોગી’ અને ‘હીરોપંતી’ સહીતની 80થી વધુ ફિલ્મો કરનારા અભિનેતા અરુણ વર્માનું નિધન 

‘મૂજસે શાદી કરોગી’ અને ‘હીરોપંતી’ સહીતની 80થી વધુ ફિલ્મો કરનારા અભિનેતા અરુણ વર્માનું નિધન 

0
Social Share
  • અરુણ વર્માનું નિધન
  • અક્ષય કુમાર અને બિગબી સાથે પણ આપી છે હિટ ફિલ્મ

 

મુંબઈઃ- બોલિવૂડ જગતમાં કોરોનાનો કાળ ઘણા સેલિબ્રિટીઓ માટે અતિંમ સ્ય બન્યો છે, ત્યારે હવે મનોરંજન જતમાંથી એક દૂખદ સમાચાર સામે આવી રહ્યા છે, ફિલ્મ જગતના અભિનેતા અરુણ વર્માનું ભોપાલમાં લાંબી બીમારીના કારણે નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી મૂજબ, અભિનેતાએ ગુરુવારે ભોપાલની પીપલ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન અને સંજય દત્ત સિવાય અરુણ વર્માએ ઘણા મોટા સ્ટાર્સ સાથે 80 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

અભિનેતા અરુણ વર્મા સલમાન ખાનની ફિલ્મ ‘કિક’માં જોવા મળ્યો હતો. અરુણ પ્રખ્યાત થિયેટર કલાકાર બાવ કરંથના શિષ્ય રહી ચૂક્યા છે. બાવ કરંથ પાસેથી થિયેટરની ઝીણવટભરી બાબતો શીખ્યા પછી તેઓ મુંબઈ ગયા. અરુણ વર્માની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ડાકૈતથી થઈ હતી. જેમાં સની દેઓલ લીડ રોલમાં હતા. આ સિવાય અરુણે ‘હિના’, ‘ખલનાયક’, ‘પ્રેમ ગ્રંથ’, ‘નાયક’, ‘મુઝસે શાદી કરોગી’, ‘હીરોપંતી’ સહિત 80 ફિલ્મોમાં કામ કર્યું હતું.

કવિ ઉદય દહિયાએ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા અરુણ વર્માના નિધન અંગેની જાણકારી શેર કરી છે. તેમણે લખ્યું છે કે ‘ઘણા દુખ સાથે હું જણાવછે કે મારા મિત્ર અભિનેતા અરુણ વર્માનું આજે સવારે ભોપાલમાં નિધન થયું છે, ભગવાન તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ…. ઉલ્લેખનીય છે કે અરુણ વર્મા લાંબા સમયથી બીમાર હતા,

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code