1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અનેક’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ 
અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અનેક’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ 

અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અનેક’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ 

0
Social Share
  • આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘અનેક’
  • અનેક નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ 

મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના પોતાની એક્ટિંગને લઈને જાણીતા છે, તેઓ હંમેશા ફઇલ્મમાં કંઈક નવું લઈને આવે છે ક્યારેક સ્ત્રીનો રોલ તો ક્યારેક કંઈક હટકે રોલ કરીને દર્શકોને આકર્ષવામાં સફળ રહે છે.ત્યારે હવે અભિનેતા આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ ‘અનેક’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

જે રીતે આયુષ્માનની ફિલ્મનો વિષય કઈક હટકે હોય છે તે જ રીતે  વખતે પણ આયુષ્માન એક નવો વિષય લઈને આવ્યો છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે તેની ફિલ્મ નોર્થ ઈસ્ટના રાજકીય ટક્કર પર આધારિત છે. જોકે, ટ્રેલરમાં આયુષ્માન સિવાય એક અભિનેત્રી જોવા મળી હતી, જેણે દર્શકોનું ધ્યાન પોતાના તરફ  દોર્યું છે.

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અનેક’ના ટ્રેલરમાં એક સીન છે, જેમાં એક યુવતી  એક સ્ત્રીને થપ્પડ મારતી જોવા મળે છે અને પૂછે છે – શું આ પાર્લર વાળી છે? કે નેપાળી? ટ્રેલર રિલીઝ થયા બાદ દરેકની નજર આ યવતી પર ટકેલી છે.

ફિલ્મના ટ્રેલરમાં અભિનેતા આયુષ્માન ખુરાના એક અન્ડરકવર પોલીસની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં અભિનેતાનો નવો લુક જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં અભિનેતાનો દમદાર અભિનય અને શાનદાર સંવાદો ફરી એકવાર દર્શકોને પસંદ આવશે.

ફિલ્મના ટ્રેલરમાં કલાકારો પણ પ્રદેશ અને ભાષાના આધારે વિભાજિત ભારત પર સવાલો ઉઠાવતા જોવા મળે છે. ટ્રેલર જોઈને કહી શકાય કે આ ફિલ્મ દ્વારા કલાકારો ફરી એકવાર દર્શકો માટે ગંભીર મુદ્દો લઈને આવી રહ્યા છે. પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોને હસાવનાર અભિનેતા આયુષ્માન ખુરાના આ વખતે પોતાની ફિલ્મના પડદા પર એક ગંભીર મુદ્દાને મુખ્ય રીતે ઉઠાવતો જોવા મળશે. આ ફિલ્મ એક્શનથી ભરપુર જોવા મળશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code