1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ લાઈફથી લઈને રિયલ લાઈફની સફર
અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ લાઈફથી લઈને રિયલ લાઈફની સફર

અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ લાઈફથી લઈને રિયલ લાઈફની સફર

0
Social Share
  • અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે 35મો જન્મદિવસ
  • શાનદાર એક્ટિંગ માટે જાણીતી 
  • વિરાટ કોહલી સાથે લગ્ન કરીને હંમેશા ટાઈમલાઈનમાં આવી

મુંબઈઃ-બોલિવૂડમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મ દિવસ છે, અનુષ્કાનો જન્મ 1 મે, 1988 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો, જો કે તેનો ઉછેર બેંગલોરમાં થયો છે,તે એક્ટ્રેસની સાથે સાથે એક સફળ નિર્માતા પણ રહી છે. ફિલ્મ ઝીરો બાદથી અનુષ્કા શર્મા થોડા સમય માટે બ્રેક પર જોવા હતી, પરંતુ તે ખૂબ જ જલ્દી ફિલ્મોમાં કમબેક કરવા જઇ રહી છે.અનુષ્કાએ અનેક સુપર .હિટ ફિલ્મો આપી છે.આજે તે તેનો 35 મો જમ્ન દિવસ છે.

અનુષ્કાના પિતા કર્નલ અજય કુમાર શર્મા ઑફિસર અને માતા આશિમા શર્મા હોમ મેકર છે. એમના મોટા ભાઈ કર્નેશ શર્મા પણ મર્ચન્ટ નેવીમાં છે. અનુષ્કાએ બેંગલુરૂમાં આર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને બાદ માઉન્ટ કારમેલ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું. એક આર્મી સાથે જોડાયેલા પરિવારમાં અનુષ્કાનો અભ્યાસ સારી જગ્યા પર થયો.

વર્ષ 2007માં જ્યારે અનુષ્કા શર્મા બેંગલુરૂના એક શોપિંગ મૉલમાં શોપિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન ડેનિમ શૉપ પર એની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ, જેનું નામ છે વેન્ડેલ રૉડ્રિક્સ, જે ફૅશનની દુનિયામાં જાણીતી ડિઝાઈનર છે. તે સમયે જ વેન્ડેલે અનુષ્કાને મૉડલિંગમાં આવવા જણાવ્યું, ત્યાર બાદ એક ફૅશન શૉમાં પણ હિસ્સો લીધો હતો અને એમણે અનુષ્કાને પોતાના કરિયરની શરુઆત લેક્મે ફૅશન વીકથી કરી, મોડલિંગ બાદ તેણે બૉલીવુડમાં  એન્ટ્રી કરી

અનુષ્કાએ ‘રબને બનાદી જોડી’ થી શાહરુખ ખાન સાથે પોતાના ફિલ્મી સફરની શરુાત કરી હતી.આ ફિલ્મ સુપરહિટ રહી હતી, ત્યાર બાદ એમણે ફિલ્મ ‘બદમાશ કંપની’ અને ‘બેન્ડ બાજા બારાત’માં પણ કામ કર્યું, અનુષ્કાએ માત્ર સારી અભિનેત્રી જ નહી પરંતુ તે એક સફળ નિર્માતા પણ રહી છે, તેણે  NH10 અને ફિલ્લૌરી, જેવી ફિલ્મોને પ્રોડ્યૂસ કરી છે.

આ સહીત વર્ષ 2007માં જ્યારે અનુષ્કા મૉડેલિંગ કરતી હતી ત્યારે તેને ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ની ઑફર મળી હતી, જેમાં તે શાહરુખ ખાન સાથે હતી. આ એક એવી ફિલ્મ હતી, જેણે યશરાજ ફિલ્મ્સને લુપ્ત થવાથી બચાવી હતી. આ ફિલ્મની રિલીઝ પહેલાં યશરાજ ફિલ્મ્સની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ ગઈ હતી. ત્યાર પછી આદિત્યએ ફિલ્મનું નિર્દેશન કરવાનું નક્કી કર્યું.

જાણકારી પ્રમાણે કરિયર ટોચ પર હતી ત્યાકે તેણે ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. દીકરી વામિકા માટે તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર રાખી અને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છોડી દીધું. વિરાટના ખરાબ ફોર્મ માટે અનુષ્કાને વારંવાર ટ્રોલ કરવામાં આવી હતી.વિરાટ ના કારણે અનુષ્કા વાંવાર હેડલાઈનમાં જોાવ મળે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી જ અનુષ્કા અને મશહૂર ક્રિકેટર વિરાટ કોહલીના એફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું,અનુષ્કા ભારતના ક્રિકેટ મેચમાં પણ જોવા મળી હતી, ત્યાર બાદ ત્રણ વર્ષના લાંબા રિલેશનશિપ બાદ આ કપલે 11 ડિસેમ્બર 2017માં ઈટાલીના લેક કોમોમાં ગુપચુપ રીતે પરિવરા સહિતના સભ્યો સાથે લગ્ન કર્યા હતા.આ કપલને હાલ વામિકા નામની એક પુત્રી પણ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code