
અભિનેત્રી બિપાશા બાસુ બની માતા,દીકરીને આપ્યો જન્મ
મુંબઈ:43 વર્ષની ઉંમરમાં બિપાશાએ દીકરીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણ માતા-પિતા બની ગયા છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ હવે બોલિવૂડનું આ પ્રેમી યુગલ પણ પેરેન્ટ ક્લબમાં સામેલ થઈ ગયું છે.
બિપાશા બાસુની ટીમ મુજબ, અભિનેત્રીએ દીકરીને જન્મ આપ્યો છે.બિપાશા અને કરણના બાળકના જન્મના સમાચાર સામે આવતા જ અભિનંદનનો દોર શરૂ થઈ ગયો છે.આ ખુશીના અવસર પર આ કપલને ફેન્સ અને સેલેબ્સ તરફથી ખૂબ અભિનંદન અને પ્રેમ મળી રહ્યો છે.લિટલ એન્જલના આગમન સાથે બિપાશા અને કરણનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.
પ્રેગ્નન્સી દરમિયાન બિપાશા તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહી હતી. બિપાશાના મેટરનિટી ફોટોશૂટની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે. પ્રેગ્નેન્સીની સફર દરમિયાન અભિનેત્રીને ફેમિલી સાથે ફેન્સનો ઘણો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવૂડનું પાવર કપલ છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવાનો કોઈ મોકો છોડતા નથી. બિપાશા-કરણના લગ્ન 2016માં થયા હતા. લગ્ન બાદથી બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર ઘણી વખત સામે આવી રહ્યા છે. પરંતુ અભિનેત્રીએ આ વર્ષે ઓગસ્ટમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રેગ્નન્સીની ગુડ ન્યુઝ શેર કર્યા હતા.