1. Home
  2. ગુજરાતી
  3. ‘વર્લ્ડ હેલ્થ ડે’પર અભિનેત્રી કાજોલની ફિટ રહેવાના 5 રુલ્સ વાળી પોસ્ટ થઈ રહી છે વાયરલ
‘વર્લ્ડ હેલ્થ ડે’પર અભિનેત્રી કાજોલની ફિટ રહેવાના 5 રુલ્સ વાળી પોસ્ટ થઈ રહી છે વાયરલ

‘વર્લ્ડ હેલ્થ ડે’પર અભિનેત્રી કાજોલની ફિટ રહેવાના 5 રુલ્સ વાળી પોસ્ટ થઈ રહી છે વાયરલ

0
Social Share
  • કાજોલે ફિટ રહેવાના રુલ્સ જણાવ્યા
  • કાજોલની પોસ્ટ થઈ રહી છે વાયરલ

મુંબઈ – વર્લ્ડ હેલ્થ ડે ના અવસર પર બોલિવૂડની અભિનેત્રી કાજોલે પોતાની પ્રતિક્રિયા આપી છે,’અભિનેત્રી કાજોલે ફિટ રહેવા માટે 5 નિયમો જણાવ્યા છે. કાજોલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કાજોલે પોતાની એક પોસ્ટમાં પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘આજના આ સમયમાં ખુશ રહેવાના 5 નિયમો છે – તમારા હાથને અંદર હાથ રાખો, બારી ઉપર કરો, તે કારને ચલાવો, ઘરે જાવો અને બહાર ન નીકળો. અને આ રીતે મારા દોસ્તો આપણે #WorldHealthDay 2021 ની ઉજવણી કરીએ. કાજોલે આ પોસ્ટ સાથે તેનો ફોટો શેર કર્યો છે, જેમાં તે લાલ અને સફેદ રંગની કારમાં બેઠીલી જોવા મળી રહી છે અને તેનો હાથ તે બહાર લંબાવેલો પોઝ આપી રહી છે.

કાજોલે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. કાજોલની આ પોસ્ટ પર ચાહકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કાજોલના ફોટા પર કોમોન્ટ કરતા એક સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું હતું કે, ‘ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો છે. રીમાઇન્ડર માટે કાજોલનો આભાર. ‘ તો તે જ સમયે બીજા યૂઝર્સ એ લખ્યું છે, ‘એક સારી રીત છે કે તમે લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છ.’ આ રીતે, તેમના પ્રશંસકોને કાજોલની વિશ્વ આરોગ્ય દિવસની આ પોસ્ટ ખૂબ પસંદ આવી રહી છે, અને તેઓ કોમેન્ટસ પણ કરી રહ્યા છે.

ઉલ્લેખની છે કે કાજોલ છેલ્લે ફિલ્મ તાન્હાજીમાં અજય દેવગન સાથે જોવા મળી હતી, આ પહેલા પણ તેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થી હતી.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code