1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી રકુલપ્રિત સિંહની ફિલ્મ ‘છતરીવાલી’નું શાનદાર ટ્રેલર રિલીઝ
અભિનેત્રી રકુલપ્રિત સિંહની ફિલ્મ ‘છતરીવાલી’નું  શાનદાર ટ્રેલર રિલીઝ

અભિનેત્રી રકુલપ્રિત સિંહની ફિલ્મ ‘છતરીવાલી’નું શાનદાર ટ્રેલર રિલીઝ

0
Social Share
  • રકુલપ્રિત સિંહની ફિલ્મ છતરીવાલીનું ટ્રેલર રિલીઝ
  • ફિલ્મની સ્ટોરી સેક્સ થીમ પર આધારિત

મુંબઈઃ- ફિલ્મ જગતમાં રકુલ પ્રિંત સિંહ એક જાણીતું નામ છે ત્યારે હવે આ નામ ફરી ચર્ચામાં છવાયું છે ,અભિનેત્રી રકુલની અપકમિંગ ફિલ્મ છતરીવાલીને લઈને તે ચર્ચામાં જોવા મળી છે કારણ કે આજરોજ આ ફિલ્મનું શાનદાર ટ્રલર રિલીઝ કરવામાં આવ્યું છે.

જો આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો સેક્સ એજ્યુકેશનની થીમ પર આધારિત છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે આ ફિલ્મમાં રકુલ ગંભીર વિષયને ખૂબ જ ચીવટપૂર્વક પ્લે કરતી જોવા મળશે.
જૂઓ ટ્રેલરઃ-
https://youtu.be/q5HmO12S7iA
આ ફિલ્મ તેજસ પ્રભાસ વિજય દેઓસ્કર દ્વારા નિર્દેશિત છે અને જે સિનેમાઘરોના બદલે OTT  પ્પલેટફઓર્રમ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ G5 પર જોવા મળશે . રકુલ ઉપરાંત આ ફિલ્મમાં સુમીત વ્યાસ, સતીશ કૌશિક, ડોલી અહલુવાલિયા, રાજેશ તૈલંગ, પ્રાચી શાહ પંડ્યા અને રીવા અરોરા પણ મહત્વની ભૂમિકામાં છે.
ટ્રેલરમાં સમાજિક ઢોંગ અને શિક્ષણ પદ્ધતિની હકીકત  દર્શાવામાં આવી છે. ટ્રેલર જોઈને ફિલ્મની પ્રતિ ઉત્સુકતા જોવા મળે છે જો ફિલ્મની રિલીઝ વિશે વાત કરીએ તો 20 જાન્યુઆરીના રોજ જી 5 પર આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
સમાજમાં ચાલતી ગર્ભપાતની વ્યથાને અહી જાગૃત કરવામાં આવી છે બીજી તરફ આ ફિલ્મ જનહિત મેં જારી ની યાદ અપાવે છે. એક સામાજિક રીતે સંબંધિત ફિલ્મ છે. ટ્રેલર પ્રભાવશાળી છે પરંતુ તે તમને મોટાભાગે ગયા વર્ષની રિલીઝની યાદ અપાવે છે, નુસરત ભરુચા અભિનીત ‘જનહિત મેં જારી’ જે સમાન વિષય સાથે કામ કરે છે. તેમાં નુસરત મહિલાઓ અને નાના શહેરના લોકોને કોન્ડોમના ઉપયોગ અંગે શિક્ષિત કરતી હતી કારણ કે ઘણી સ્ત્રીઓ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે જે સેમ વિષય આ ફિલ્મમાં વર્ણવામાં આવ્યો છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code