
મુંબઈ – બૉલીવુડ સ્ટાર ફિલ્મ બાદ હવે વેબ સિરીઝમાં પોતાની અદાકારી નો ઝલવો પથરી રહ્યા છે આજ સરેણુમાં હવે અભિનેત્રી રવિન ટંડન પણ વેબસીરિઝ માં ડેબ્યૂ કરવા જઈ રહી છે તેણી અપકમિંગ વેબસીરિઝ કર્મા કોલિંગનું આજ રોજ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે
ટૂંક સમયમાં જ ‘કર્મા કોલિંગ’ સીરિઝમાં અભિનેત્રી જોવા મળશે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવ જય રહું છે . આ વેબ સિરીઝમાં રવિના ટંડન ઈન્દ્રાણી કોઠારીનું પાત્ર ભજવી રહી છે. ટીઝરમાં તેની સ્ટાઈલ એકદમ પાવરફુલ લાગી રહી છે, પરંતુ સાથે જ તે અભિમાન અને ઘમંડની છબી પણ જોવા મળી રહી છે .
આ સિરીઝમાં રવિના ટંડન અલીબાગ સોસાયટીમાં રાજ કરતી ઈન્દ્રાણી કોઠારીની ભૂમિકા ભજવી રહી છે. સીરિઝમાં તેની રોયલ સ્ટાઈલ જોવા મળે છે. ટીઝરની શરૂઆતમાં, રવિના ટંડન સારી રીતે તૈયાર દેખાઈ રહી છે અને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, ‘સફળતા મેળવવા માટે કોઈ નિયમો નથી હોતા, તમારા સિદ્ધાંતો, આદર્શો અને નજીકના લોકો પણ કંઈ નથી’. ‘લોકો કહે છે કે તમે જે કરશો તે તમને મળશે, પરંતુ હું કહું છું કે જ્યારે દુનિયા તમારા પગ પર હોય ત્યારે કર્મ પણ કંઈ કરી શકતા નથી.’
આ ટીઝર જોઈને અનુમાન લગાવી શકાય છે કે રવિના ટંડન આ સીરિઝમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્માણ RAT ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને રુચિ નારાયણ આ સિરીઝના નિર્દેશક છે.