
- અભિનેત્રી રિયા ચક્રવર્તીનો આજે 29 મો જન્મદિવસ
- MTV ઇન્ડિયાની વીજે તરીકેની કારકિર્દીની કરી હતી શરૂઆત
- ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’ થી બોલિવૂડમાં મારી એન્ટ્રી
- સુશાંત સિંહ રાજપૂતના કારણે લોકો વધુ ઓળખવા લાગ્યા
મુંબઈ :અભિનેત્રી રિયા ચક્રવર્તી આજે તેનો 29 મો જન્મદિવસ ઉજવી રહી છે. નાના પડદાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી રિયાએ સપનામાં વિચાર્યું પણ નહીં હોય કે, તેને દેશ અને દુનિયાના લોકો અભિનય માટે ઓછા પરંતુ સુશાંત સિંહ રાજપૂતના કારણે વધુ ઓળખવા લાગ્યા છે.
આર્મી ઓફિસરની પુત્રી રિયા ચક્રવર્તીએ એમટીવી ઈન્ડિયાની વીજે તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેલુગુ ફિલ્મમાં કામ કર્યા બાદ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
રિયા ચક્રવર્તીએ ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘સોનાલી કેબલ’, ‘જલેબી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ફિલ્મોમાં કામ કરતાં સમયે રિયાને એટલી ઓળખાણ નહીં મળી.જેટલી સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ બનીને મળી.
રિયા ચક્રવર્તી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પરંતુ તેણીએ તેના મૃત્યુના થોડા દિવસો પહેલા તેને છોડી દીધો હતો.અભિનેતાના મૃત્યુ કેસમાં તેને મુખ્ય આરોપી માનવામાં આવી.
સુશાંતની આત્મહત્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ તપાસ શરૂ થઈ ત્યારે લવ એંગલથી લઈને ફાઇનાન્સ અને ડ્રગના ઉપયોગની માહિતી પ્રકાશમાં આવી હતી.
રિયા ચક્રવર્તીને સુશાંતની આત્મહત્યા કેસમાં જેલમાં જવું પડ્યું હતું. જોકે અભિનેત્રી જામીન પર બહાર છે, તેમ છતાં તેણીના આરોપોમાંથી મુક્તિ મળી નથી.
રિયા ચક્રવર્તી હાલમાં ફરી એકવાર ચર્ચામાં આવી હતી. પરંતુ આ વખતે મામલો અલગ હતો. રિયા ‘ધ ટાઇમ્સ’ની 50 મોસ્ટ ડીઝાયરેબલ વીમેન 2020 ની લિસ્ટમાં ટોચ પર છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રિયા ચક્રવર્તી રૂમી જાફરીની ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી જેવા કલાકારો સાથે છે.