અદાણી એનર્જી સોલ્યુશન્સનું ચાલુ નાણા વર્ષના ત્રીજા અને નવમા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન
અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વિશ્વ કક્ષાએ વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ આજે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિકના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની આજે જાહેરાત કરી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે અમને વધુ એક મજબૂત ત્રિમાસિક ગાળાના પ્રદર્શનને પ્રસ્તુત કરવા માટે ખુશી છે. તેમણે કહ્યું હતું કે પડકારો હોવા છતાં, જમીની મજબૂત અમલવારી, લક્ષ્ય કેન્દ્રિત કામકાજ અને જાળવણી અને મૂડી વ્યવસ્થાપનની અમારી મુખ્ય આગવી શક્તિઓએ પ્રકલ્પના વિકાસ તરફી સતત પ્રગતિ કરવામાં મદદ કરી છે. આ સમયગાળામાં ચાર ટ્રાન્સમિશન પ્રકલ્પો શરૂ કર્યા છે જે અમારી સર્વાગી કાર્યક્ષમતાનો પૂરાવો છે તેમ ઉમેરી કંદર્પ પટેલે કહ્યું હતું કે આશરે ૯૨.૫ લાખ મીટર બેસાડીને કંપની પ્રભાવી ચિહ્ન સુધી પહોંચી છે. અને એક કરોડ મીટર બેસાડવાના માર્ગ પર છીએ. ઇન્સ્ટોલેશનના દૈનિક દરનો આ બેન્ચમાર્ક દેશમાં આ ક્ષેત્રમાં પ્રવૃત્ત કોઈપણ કંપનીમાં સૌથી વધુ છે. આવનારા સમયમાં અમારા વ્યવસાયિક ક્ષેત્રોમાં વૃદ્ધિનો અંદાજ મજબૂત રહેશે એવું કંપની માને છે. અમે તમામ મુખ્ય સેગમેન્ટમાં અમારા એસેટ કેપિટલાઇઝેશન પ્રોગ્રામમાં નોંધપાત્ર વધારો થવા સાથે ટૂંકાથી મધ્યમ ગાળામાં બિડિંગ પ્રવૃત્તિમાં મજબૂત ગતિની અમે અપેક્ષા રાખીએ છીએ.
નાણાકીય વર્ષ-૨૬ના ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક નાણાકીય પ્રદર્શનની વિગત મુજબ વાર્ષિક ધોરણે કુલ આવકમાં ૧૫.૭%નો મજબૂત વધારા સાથે રૂ. ૬,૯૪૫ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી છે, જેમાં કામકાજનું વધુ સારું પ્રદર્શન અને ઊંચા મૂડી ખર્ચને કારણે SCA (સર્વિસ કન્સેશન એરેન્જમેન્ટ) આવકનું મજબૂત યોગદાન છે. જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં રુ.૬ હજાર કરોડ હતી. ગત ૨૦૨૫ના નાણા વર્ષના નવ માસમાં રુ. ૧૭,૮૫૦ કરોડની તુલનાએ ચાલુ નાણા વર્ષ-૨૬ના નવ માસમાં વાર્ષિક ધોરણે ૧૬.૨% વધી રુ.૨૦,૭૩૭ કરોડ થઇ છે.
ટ્રાન્સમિશન અને સ્માર્ટ મીટરિંગ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ અને વિતરણ સેગમેન્ટમાં સ્થિર કામગીરીને કારણે ક્વાર્ટર દરમિયાન એબિડ્ટા પણ ૨૦.૭% વાર્ષિક વધારા સાથે રૂ. ૨,૨૧૦ કરોડના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યો છે. કરવેરા પહેલાંનો નફો વાર્ષિક ધોરણે ૪૩.૨% વધીને રૂ. ૮૦૧ કરોડ થયો છે. જ્યારે વાર્ષિક ધોરણે કર બાદનો નફો ૮.૨% ઘટીને રૂ. ૫૭૪ કરોડ રહ્યો છે, તેનું કારણ ગત નાણાકીય વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. ૧૮૫ કરોડના વિલંબિત કરની સકારાત્મક અસર હતી,
વાર્ષિક ધોરણે કર બાદનો સમાયોજિત નફો ૩૦.૪% વધીને રૂ. 574 કરોડ થયો, જે બે-અંકના EBITDA વિસ્તરણનું રુપાંતર કરે છે. રોકડ નફો ૨૨.૮% વધીને રૂ. ૧,૨૨૭ કરોડ થયો છે.
ચાલુ નાણાકીય વર્ષના નવ માસિકમાં વાર્ષિક ધોરણે કુલ આવક ૧૬.૨% વધીને અત્યાર સુધીની સૌથી વધુ રૂ. ૨૦,૭૩૭ કરોડ થઈ છે. તે જ રીતે વાર્ષિક ધોરણે અત્યાર સુધીનો સૌથી વધુ એબિડટા ૧૫.૯% વધીને રૂ. ૬,૩૫૪ કરોડ થયો છે. વાર્ષિક ધોરણે કરવેરા પહેલાંનો નફો ૩૭.૩% વધીને રૂ. ૨,૨૦૫ કરોડ થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના નવ માસિકમાં રૂ. ૪૬૯ કરોડના વિલંબિત કરના એક વખતના હકારાત્મક પ્રભાવને કારણે કર બાદનો નફો ૨.૫% ઘટીને રૂ. ૧,૬૭૦ કરોડ થયો છે. વાર્ષિક ધોરણે કર બાદનો સમાયોજિત નફો ૩૪.૪% વધીને રૂ. ૧,૬૭૦ કરોડ થયો છે. આ ગાળામાં રોકડ નફો ૧૭.૧% વધીને રૂ. ૩,૪૩૫ કરોડ થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના ૯ માસ દરમિયાન રુ.૨૦,૭૩૭ કરોડ અને નાણાકીય વર્ષના 3 મહિના દરમિયાન રુ.૬,૯૪૫ કરોડની કુલ આવક અનુક્રમે ૧૬.૨% અને ૧૫.૭% વ્યવસાયિક ક્ષેત્રોમાં સ્થિર કાર્યકારી કામગીરી અને ઉચ્ચ SCA આવકને કારણે વધી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના નવ મહિના દરમિયાન રુ.૧૩,૬૨૮ કરોડની કાર્યકારી આવક ૫.૩%થી વધી ૭.૬% થવા સાથે વધીને રુ.૪,૪૯૧ કરોડ થઈ છે, જે તાજેતરમાં નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિક તથા નાણા વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં કાર્યરત MP-II, ખાવડા Ph-II-A, KPS-1 અને સાંગોદ ટ્રાન્સમિશન સંપત્તિઓ નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કાર્યાન્વિત કરવામાં આવેલ NKTL અને સ્માર્ટ મીટરના યોગદાનને કારણે થઈ છે.
ચાલુ નાણાકીય વર્ષના નવ માસમાં મૂડીખર્ચ ૧.૨૪ ગણો વધીને રૂ.૯,૨૯૪ કરોડ થયો છે, જે ગત નાણા વર્ષના સમાન સમયમાં રૂ. ૭,૪૭૫ કરોડ હતો. નવ માસિક દરમિયાન કંપનીએ ઉત્તર કરણપુરા ટ્રાન્સમિશન (NKTL), ખાવડા ફેઝ II પાર્ટ-A, ખાવડા પૂલિંગ સ્ટેશન – 1 અને સાંગોદ ટ્રાન્સમિશન મળી કુલ ચાર ટ્રાન્સમિશન પ્રકલ્પો શરૂ કર્યા છે.
સ્માર્ટ મીટર બેસાડવાના વ્યવસાયમાં, ચાલુ નાણા વર્ષના નવ માસ સુધીમાં ૬૧.૨ લાખ નવા મીટર સ્થાપિત કર્યા છે, જેનાથી સ્થાપેલા મીટરનો કુલ આંકડો 92.5 લાખને આંબી ગયો છે. જે ચાલુ નાણાકીય વર્ષાંતે એક કરોડના સંચિત સ્માર્ટ મીટરને પાર કરવાના માર્ગે છે.
ટ્રાન્સમિશનના વ્યવસાયમાં કંપનીની નિર્માણાધિન કુલ ટ્રાન્સમિશન પાઇપલાઇન રૂ.૭૭,૭૮૭ કરોડ છે અને સ્માર્ટ મીટરિંગની ઓર્ડરબુક અંતર્ગત આવક રૂ.૨૯,૫૧૯ કરોડ થવા સંભવ છે. ટ્રાન્સમિશન ક્ષેત્રે નજીકના ગાળાની ટેન્ડરિંગ પાઇપલાઇન મજબૂત રૂ.૧ લાખ કરોડ છે. જ્યારે સ્માર્ટ મીટરિંગમાં દેશવ્યાપી બજારની મજબૂત તક ૧૦૩ મિલિયન મીટરની છે.
મૂડીઝ રેટિંગ્સે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિ. અને એક પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. ના આઉટલુકને ‘નેગેટિવ‘ થી ‘સ્થિર‘ કર્યું છે અને Baa3 સિનિયર સિક્યોર્ડ રેટિંગ્સને અનુમોદન આપ્યું છે.


