1. Home
  2. ગુજરાતી
  3. અદાણી પોર્ટ્સ અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29% વધી રુ.3,120 કરોડ અને આવક 30% વધી રુ.9,167 કરોડ
અદાણી પોર્ટ્સ અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29% વધી રુ.3,120 કરોડ અને આવક 30% વધી રુ.9,167 કરોડ

અદાણી પોર્ટ્સ અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29% વધી રુ.3,120 કરોડ અને આવક 30% વધી રુ.9,167 કરોડ

0
Social Share

અમદાવાદ, ૪ નવેમ્બર ૨૦૨૫: એક સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે જાહેર કર્યા છે. તદૃનુસાર નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાંવાર્ષિક ધોરણે  EBITDA 27% વધી રુ.5,550 કરોડ રહ્યો છે. જ્યારે અર્ધ વાર્ષિકગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 20% વધીને  રુ.11,046 કરોડ પહોંચ્યો છે. સ્થાનિક બંદરોએ નાણા વર્ષ-26ના પ્રથમ અર્ધ વાર્ષિક સમયમાં અત્યારસુધીનો સૌથી વધુ EBITDA માર્જિન 74.2%એ પહોંચાડ્યો છે. સરખા સમય ગાળામાં આંતરરાષ્ટ્રીય બંદરોનું યોગદાન આવક અને EBITDAમાં  અનુક્રમે રુ.2,050 કરોડ અને રુ.466 કરોડના ઉચ્ચતમ સ્તર પર રહ્યું છે.  ટ્રકિંગ અને આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ નેટવર્ક સેવાઓમાં વધારાને કારણે નાણાકીય વર્ષ 26 ના સમાન ગાળામાં લોજિસ્ટિક્સની આવક વાર્ષિક ધોરણે 92%થી વધુ વધીને રુ.2,224 કરોડ અને RoCE વધીને 9% થઇ છે જે નાણાકીય વર્ષ 25 માં 6% હતી.  નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ માસમાં જહાજ સંપાદનને કારણે દરિયાઈ આવક વાર્ષિક ધોરણે 213%થી વધુ વધીને રુ.1,182 કરોડ થઇ છે.

 ફિચ રેટિંગ્સે કંપનીના આઉટલુકને “નકારાત્મક” થી “સ્થિર” સુધારી “BBB-” ઉપર રેટિંગને ફરીથી પુષ્ટિ આપી છે.S&P ગ્લોબલ CSA એ અદાણી પોર્ટસને વૈશ્વિક પરિવહન અને માળખાગત પરિવહન કંપનીઓની ટોચની 5% માં માન્યતા આપી છે. કંપનીના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સીઈઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે અમારો મજબૂત અને સર્વાંગી નફાકારક વિકાસ દર અમારા બેનમુન સંકલિત પરિવહન ઉપયોગિતાના મૂલ્યના પ્રસ્તાવની સફળતા પર ભાર આપે છે. તેમણે જણાવ્યું હતું કે સંકલિત પરિવહન ઉપયોગિતા બનવાની અમારી દ્રષ્ટિ ઝડપી ગતિએ હકિકત બનવા જઈ રહી છે. 12 લોજિસ્ટિક્સ પાર્ક અને 3.1 મિલિયન ચોરસ ફૂટ વેરહાઉસના વધતા નેટવર્કથી લઈને વિસ્તરતા ટ્રકિંગ ફ્લીટ અને આંતરરાષ્ટ્રીય માલવાહક અમારા બહુવિધ મોડલ ક્ષમતાઓના વ્યૂહાત્મક વિસ્તરણથી લઇ સેવાઓ સુધીના વ્યાપને દર્શાવે છે. અમારી બંદરીય ક્ષમતાઓ અને 127-જહાજોવાળા દરિયાઈ કાફલાનું ચાલુ વિસ્તરણ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક વાસ્તવિક સંકલિત ખેલાડી તરીકે કંપનીને સ્થાન આપે છે.

ઉત્તરોત્તર અદાણી પોર્ટસનું નાણાકીય પ્રદર્શન સંગીન ભૂમિકા અદાકરી રહ્યું છે. તેની એકીકૃત વિગતો મુજબ વાર્ષિક ધોરણે નાણા વર્ષ-૨૫ના બીજા ત્રિમાસિકની રુ.7,067ની આવકની તુલનાએ નાણા વર્ષ-૨૬ના સમાન સમયમાં આવક 30% વધીને રુ.9,167 અને નાણા વર્ષ-૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે રુ. 14,627 સામે ચાલુ નાણાકીય વર્ષના સમાન સમયમાં 25% વધીને રુ.18,294 કરોડ થઇ છે. ઘરઆંગણાના બંદરોની આવકમાં સતત વધારો નોંધાયો છે. નાણા વર્ષ-૨૩ના બીજા ત્રિમાસિકમાં આવક રુ. 4,306 સામે અનુક્રમે વર્ષ-૨૪ના સરખા સમયમાં રુ. 4,900, નાણા વર્ષ-૨૫માં રુ. 5,474 અને ચાલુ વર્ષના આ સમય દરમિયાન રુ.6,351 કરોડ આવક થઇ છે. આંતર રાષ્ટ્રિય બંદરોની આવક આ વર્ષોના સમાનગાળામાં અનુક્રમે રુ. 181, રુ. 806, રુ.798 અને રુ. 1,077 કરોડ નોંધાઇ છે. લોજિસ્ટિક્સમાંથી આ વર્ષોના સમાન સમયમાં અનુક્રમે રુ. 361, રુ. 483, રુ. 588 અને રુ. 1,055 કરોડ આવક થયાનું નોંધાયું છે. દરિયાઇ આવક આ વર્ષોના સરખા ગાળામાં અનુક્રમે રુ. 151, રુ. 152, રુ. 190 અને રુ. 641 કરોડ નોંધાઇ છે. આ વર્ષોમાં  સમાન ગાળામાં અન્ય આવક અનુક્રમે રુ. 212, રુ. 305, રુ. 17 અને રુ. 43 કરોડ નોંધાઇ છે. આમ આ વર્ષોના સરખા સમય દરમિયાન કુલ આવક અનુક્રમે રુ. 5,211, રુ. 6,646, રુ. 7,067 અને રુ. 9,167 કરોડ ચડતા ક્રમે નોંધાઇ છે.   

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code