1. Home
  2. ગુજરાતી
  3. બિહારમાં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત
બિહારમાં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

બિહારમાં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

0
Social Share

અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક  કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. તરફથી પચ્ચીસ વર્ષના લાંબા ગાળા માટે વીજળી પ્રાપ્ત કરવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે., જે બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટના ત્રણ એકમો મળી કુલ ૨,૪૦૦ મેગાવોટ ક્ષમતાના ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પ્લાન્ટમાંથી તેઓ સપ્લાય કરશે.

બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ હસ્તકની બે કંપનીઓ નોર્થ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. વતી અદાણી પાવર લિ. ને LoA  સુપ્રત કર્યો હતો. હવે પછી બંને કંપનીઓ વચ્ચે પાવર સપ્લાય એગ્રીમેન્ટ કરવામાં આવશે.

ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને વધતી જતી વસ્તીને કારણે આગામી વર્ષોમાં ભારતની વીજળીની માંગ ઝડપથી વધવાની ધારણા છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૧૩૨ સુધીમાં ટોચની માંગ ૨૫૦ ગિગાવોટથી વધી ૪૦૦ ગિગાવોટ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં આ માંગ ૭૦૦ ગિગાવોટની થશે. મોટા પાયે  વિશ્વસનીય અને ચોવીસ કલાક વીજળી પૂરી પાડવાની થર્મલ પાવરની સહજ ક્ષમતા સાથે  તે આપણી ઉર્જા સુરક્ષાનો આધાર બની રહેશે જે મહત્વનો બેઝ-લોડ અને ગ્રીડ સંતુલન માટે સપોર્ટ પૂરો પાડશે. સતત વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા માટે સરકારે 2035 સુધીમાં વધારાની ૧૦૦  ગિગાવોટ થર્મલ ક્ષમતા ઉમેરવાની કલ્પના સાથે આગોતરું આયોજન કર્યું છે.

અદાણી પાવરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર ઉત્પાદક બની રહેવાના નાતે અદાણી પાવરએ સતત સ્કેલ પર વિશ્વસનીય ક્ષમતા પહોંચાડવાની ક્ષમતા પુરવાર કરી છે. બિહારમાં અમારા આગામી અલ્ટ્રા-સુપરક્રિટિકલ, ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા પીરપૈંટી પ્રક્લ્પ સાથે અમે શ્રેષ્ઠ કામગીરી અને ટકાઉપણાના નવા માપદંડો પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. આ પ્લાન્ટ બિહારના લોકોને સસ્તી અને અવિરત વીજળી પૂરી પાડી ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહક વેગ આપવા સાથે રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવશે જેના પરિણામે રાજ્યના લોકોની સમૃદ્ધિને બળ મળશે. આવા પ્રકલ્પ મારફત અદાણી પાવર ભારતના ઉર્જા ભવિષ્યને સુરક્ષિત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે એમ તેમણે કહ્યું હતું

અગાઉ બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. દ્વારા નિમંત્રિત કરી યોજવામાં આવેલી તીવ્ર સ્પર્ધાત્મક ટેરિફ આધારિત બિડિંગ પ્રક્રિયામાં અદાણી પાવર  વિજેતા નિવડી હતી. જેમાં પ્રતિ KWh રૂ. ૬.૦૭૫ ની સૌથી ઓછી સપ્લાય કિંમત ઓફર કરવામાં આવી હતી. પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે અદાણી પાવર ૩ બિલિયન ડોલરનું રોકાણ કરશે. આ પ્રકલ્પના નિર્માણના તબક્કા દરમિયાન ૧૦થી  ૧૨ હજાર અને પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ ત્રણ હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code