
ઘણા વિવાદો બાદ મેંગલુરું ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હટાવાયું અદાણીનું નામ -AAIનો લોગો ફરીથી લગાવાયો
- બેંગલુરુ એરપોર્ટ પરથી અદાણીનું નામ હટાવાયુંટ
- અનેક દિવસોથી ચાલતો હતો વિવાદ
- ફરીથી ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો લોગો લગાવાયો
બંગલુરુઃ- છેલ્લા ઘણા મહિનાઓના વિરોધ બાદ આખરે મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામ પરથી ‘અદાણી એરપોર્ટ’ નું ટેગ કાઞી નાખવામાં છે. આ એરપોર્ટનું નિયંત્રણ અદાણી ગ્રુપને આપવામાં આવે તે પહેલા જ ત્યાં જે નામ હતું તે બોર્ડ પાછું મુકવામાં આવ્યું છે. એરપોર્ટમાં પ્રવેશ કરતી વખતે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો લોગો ફરીથી લગાવાયો છે.
આ સમગ્ર બાબતને લઈને વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા દિલરાજ અલ્વાએ શનિવારે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે એરપોર્ટની કામગીરીની જવાબદારી સંભાળ્યા બાદ તેના નામમાં ‘અદાણી એરપોર્ટ’ શબ્દ જોડી દિધો હતો.
વાત જાણે એમ છે કે, એએઆઈ દ્વારા એરપોર્ટના વર્ષ ઓએક્ટોબર 2020 માં ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને 50 વર્ષના હવાઈ મથકનું સંચાલન પ્રબંધન અને વિકાસ માટે સોંપવામાં આવ્યું હતું. આ બાજના થોડા સમય પછી જ એરપોર્ટ પર બોર્ડ બદલવામાં આવ્યા હતા.અને અદાણીના બોર્ડ લગાવી દેવાયા હતા.
આ મામલે જ્યારે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે એરપોર્ટના સંચાલન અને જાળવણી માટેના કરારમાં નામ બદલવા અંગે કોઈ જોગવાઈ હોતી જ નથી. ત્યાર બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટરને આ સંદર્ભમાં કાનૂની નોટિસ ફટકારવામાં આવી હતી અને એરપોર્ટના નામ પર ‘અદાણી’ ટેગ લગાવવા બાબતે સવાલ કરવામાં આવ્યા હતા.ત્યારે હવે ઘણા સમયથી ચાલી રહેલા પ્રદર્શન બાદ આ એરપોર્ટ પરથી અદાણીના નામનું ટેગ હટાવી દેવામાં આવ્યું છે, આ સાથે જ બેંગલુરુ એરપોર્ટના ફએસબુક તેમજ ટ્વિટર બન્ને સ્થાનો પર પણ આ ટેગમાં સુધારો કરાયો છે.