![ગરમીમાં તમારા કલેક્શનમાં ઉમેરો આ પ્રકારના ક્લોથવેર, હાથ પગની સ્કિનને ગરમીથી મળશે રક્ષણ](https://www.revoi.in/wp-content/uploads/2023/03/75.jpg)
ગરમીમાં તમારા કલેક્શનમાં ઉમેરો આ પ્રકારના ક્લોથવેર, હાથ પગની સ્કિનને ગરમીથી મળશે રક્ષણ
- ગરમીમાં ફૂલ સ્લિવના કડા પહેરો
- પગમાં હંમેશા કોટન જીન્સ કે લેગિંઝ પહેરવાનો આગ્રહ રાખો
- ચૂસ્ત કપડા પહેરવાની આદત ટાળો
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવા સમયે આપણે દેરક બાબતને ધ્યાનમાં લેવી જોઈએ જેમ કે ગરમી ન લાગે, તડકામાં સ્કિન ખરાબ ન થાય આ માટે ખાસ કેવો પોશાક પહેરવો જોઈએ તે પણ મહત્વની વાત છે,ઉનાળામાં હળવા કપડા પહેરવાની સાથે આખી સ્લિવના કપડા પહેરોજેનાથી તમારી ફેશન પણ જળવાઈ રહેશે અને સ્ટાઈલીશ લૂકની સાથે સાથે ગરનીથી સ્કિનને બચાવી શકાશે આજે અહી એવા કેટલાક કપડાની વાત કરીશું
ગરમીમાં ખઆસ કરીને આપણું પુરેપુરું શરીર ઢંકાઈ જાય તેવા કપડા પહેરવા જોઈએ જેથી તડકાના કારણે સ્કીન ડાર્ક ન થઈ જાય.
આ સાથે જ તમે કોટનના લાંબી સ્લિવના શર્ટ અને નીચે લૂઝ કોટચન પેન્ટ પહેરી શકો છો,જે તમારી સ્કિનને ડાર્ક થતા અટકાવશે અને સાથે જ સ્ટાઈલીશ લૂક પણ આપશે.
આ શર્ટમાં તમે લાઇનીંગ અથવા ચેક્સ પ્રિન્ટ લઇ શકો. લાઈટ કલર પેહરવાનું એક લોજીક એ પણ છે કે લાઈટ કલર મોટા ભાગના સૂર્ય પ્રકાશના કિરણોને વાતાવરણમાં રિફ્લેક્ટ કરી દે છે. અને તેનાથી વિપરીત ડાર્ક કલર સૂર્ય ના કિરણો ને એબ્સોર્બ કરી ને ગરમી ને ટ્રેપ કરી લે છે જેથી તમને ગરમી વધારે લાગે. તો સમજી ગયા હશો કે ગરમીમાં લાઈટ એટલે કે આછા રંગ પસંદ કરવા શા માટે યોગ્ય છે.
આ સાથે જ ગરમીમાં પહેરવામાં આવતો કોટ આજકાલ માર્કેટમાં ટ્રેન્ડિંગમાં જોવા મળે છે.ફૂલોની ડિઝાઇન વાળો સમરકોટ નાજુક અને નમણો લાગે છે. નાની અને મોટી બંને પ્રકારની ડિઝાઈન જોવા મળે છે અને તમે તમારી ચોઇસ પ્રમાણે પસંદ કરી શકો છો.
કપડાની પસંદગી કરતી વખતે પડાનું મટિરીયલ ધ્યાનમાં લો ઉનાળામાં એવું મટિરીયલ પસંદ કરવું કે જે પરસેવો શોષી લે. તેના માટે ઉનાળામાં કોટન, લેનિન, ખાદીના કપડા પહેરવાનો આગ્રહ રાખો.
મટિરિયલ પછી આવે છે રંગ. ઉનાળામાં ડાર્ક કલર પહેરવાને બદલે સફેદ, પીળા, આછા ગુલાબી, પિસ્તા, વાદળી જેવા લાઈટ કલર પસંદ કરો. આ સાથે જ ઉનાળામાં ટાઈટ કપડા પહેરવાને બદલે થોડા લુઝ કપડા પહેરો. ઢીલા કપડા પહેરવાથી ત્વચા સુધી હવાનું પરીભ્રમણ થતું રહે છે અને ત્વચાની સમસ્યાથી બચી શકાય છે.