
પાટણનું તંત્ર વિદેશથી આવેલા લોકોની જાણ થતા જ સતર્ક થયું, મુસાફરો ક્વોરન્ટાઈનમાં
- પાટણમાં તંત્ર સતર્ક
- વિદેશની આવેલા લોકોને ક્વોરન્ટાઈન કર્યા
- મોટી સંખ્યામાં લોકો પાટણ પહોંચ્યા
પાટણ: ઓમિક્રોન વેરિયન્ટને લઈને લોકોની ચિંતા એટલી વધી ગઈ છે કે જેની ના પૂછો વાત, ઓમિક્રોન વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા તંત્ર પણ હવે સજ્જ થઈ ગયુંછે. પાટણમાં હાઈ-રિસ્ક કન્ટ્રીમાંથી 5 મુસાફરો આવ્યા છે. તો હાઈ રિસ્ક વગરની 76 દેશમાંથી આવેલ એન.આર.આઈ.મુસાફરોને ટ્રેકિંગ કરી હોમ કોરનટાઈન કરવામાં આવ્યા છે.
આમ, નવા વેરિયન્ટને લઈ પાટણ જિલ્લા તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ વધારીદેવામાં આવી છે. 1000 બેડને વધારી 1600 બેડ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના તમામ જિલ્લાનું તંત્ર આ બાબતે સતર્ક થયુ છે. લોકોને કેટલાક જિલ્લામાં માસ્ક પહેરવાની તથા અનેક પ્રકારની તકેદારી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. જાણકારોના અનુસાર કોરોનાવાયરસ મહામારી હજુ સુધી ખતમ થઈ નથી અને તેનું ઉદાહરણ છે યુરોપના કેટલાક દેશો કે જ્યાં હજુ પણ કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે.