1. Home
  2. ગુજરાતી
  3. અફઘાન સંકટઃ ભારતની કરોડોની આર્થિક મદદ ઉપર લાગી બ્રેક

અફઘાન સંકટઃ ભારતની કરોડોની આર્થિક મદદ ઉપર લાગી બ્રેક

0
Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનના શાસન બાદ અરાજકતા ભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. દુનિયાના અનેક દેશોએ તેની સાથેના વ્યવહાર કાપી નાખ્યાં છે. જો કે, ભારત હાલ વેટ એન્ડ વોચની સ્થિતિ જાળવી રાખી છે. બીજી તરફ તાલિબાને ભારત સાથે સારા સંબંધની આશા વ્યક્ત કરીને પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરોધ નહીં થવા દેવાની ખાતરી આપી છે. દરમિયાન અફઘાનની પ્રજાની લાઈફલાઈન મનાતી ભારતની આર્થિક સહાયતા પર તાત્કાલિક ધોરણે બ્રેક વાગી ગઈ હોવાનું જાણવા મળે છે. વિદેશ મંત્રાલયનાં સૂત્રો મુજબ અફઘાનમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે અને એવામાં નિર્માણાધીન યોજનાઓ માટે કોઈ મદદ લેનાર જ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે અલગ અલગ સમયે અફઘાનને રી. 21,000 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાનો વાયદો કર્યો હતો. હવે તે અટવાઈ ગયા છે કેમ કે અફઘાન ફરીથી તાલીબાની શાસન પરત ફર્યું છે. 2020-21 માટે નક્કી રૂ. 350 કરોડ રૂપિયાની સહાય રકમમાંથી 76 ટકા ખર્ચ થઇ ચૂકી હતી. તે ઉપરાંત ભારતે 3,450 કરોડ રૂપિયાની યોજનાઓ પૂરી કરી અફઘાનને સોંપી હતી. જો કે, આ યોજનાઓ પાકિસ્તાનના ઈશારે તાલિબાનના નિશાને આવી શકે છે. ભારત અફઘાનના 34 પ્રાંતમાં 13 મોટી યોજનાઓ પર કામ કરી રહ્યું હતું જે 510 કરોડની છે. હવે તેના પર બ્રેક વાગી ગઈ છે. કાબુલના લોકોનું સૌથી મોટું નુકસાન શહતૂત ડેમ યોજના થંભી જવાથી થશે. તેના પર ભારતે 700 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવાની તૈયારી કરી હતી. ડેમથી કાબુલની પ્રજાને સતત પાણી મળવાનું હતું. ભારતે સામુદાયિક વિકાસના કાર્યક્રમો માટે રૂ. 1,400 કરોડની અલગથી સહાય આપવાની જાહેરાત કરી હતી.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code