
અમદાવાદ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ,વાતાવરણમાં ઠંડક પ્રસરી
- સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ
- એસજી હાઈવે સહિત શહેરમાં વરસાદી માહોલ
- ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો હતો.વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ વરસ્યો હતો. આજે બપોરે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.શહેરના એસજી હાઇવે, ગોતા, રાણીપ, ચાંદખેડા, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, કાંકરિયા, મણિનગર, ઇસનપુર, વટવા, વસ્ત્રાલ, જશોદાનગર, ઘોડાસર, રખિયાલ, સરસપુર સહિતના વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક જોરદાર વરસાદ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ,દ્વારકા, અમરેલી, ભાવનગર, પોરબંદર, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી, દમણમાં સામાન્ય વરસાદની આગાહી છે.ત્યારે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બન્યો છે.જેને પગલે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.