મનીષ સિસોદીયાની ધરપકડ બાદ સીએમ કેજરીવાલ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા – પરિવાર સાથે કરી મુલાકાત
- મનીષ સિસોદીયાની ધરપકડ
- સીએમ કેજરીવાલ તેમના પરિવારને મળવા પહોચ્યા
દિલ્હીઃ- દિલ્હી સરકારના મંત્રી મનિષ સિસોયાદીની વિતેલા દિવસની સાંજે ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા લગભગ 8 કલાક ડેટલો સમય પૂછપરછ કર્યા બાદ દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પછી આમ આદમી પાર્ટી સહિત દેશભરના રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે.આ ધરપકડ બાદ તરત જ દિલ્હીના સીએમ કેજરીવાલ સહિત પંજાબના સીએમ અને AAP નેતાઓ મોટી સંખ્યામાં સિસોદિયાના ઘરે પહોંચ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કર્યા બાદ કહ્યું કે, છેલ્લા 75 વર્ષમાં કદાચ આ પ્રથમ વ્યક્તિ છે જેણે દરેકને પૈસા આપ્યા છે. ગરીબ વ્યક્તિ.એ આશા વ્યક્ત કરી હતી કે તેcનું બાળક પણ મોટો થઈને સારો વ્યક્તિ બને. તેમણે સરકારી શાળાઓને નવજીવન આપ્યું. મનીષ એક શિષ્ટ માણસ છે.
CBIએ લિકર પોલિસી કેસમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. ઘટના બાદ તરત જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સાથે સિસોદિયાના ઘરે પહોંચ્યા હતા. આ સિવાય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ નાયબ મુખ્યમંત્રી સિસોદિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના લોકોને મળ્યા હતા.
આ સહીત મીડિયા સામે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે આખો દેશમાં ઉમદા લોકો, દેશભક્તો, સારા લોકો, ઈમાનદાર લોકોની કેવી રીતે ધરપકડ કરી રહ્યા છે અને તેમને જેલમાં ધકેલી રહ્યા છે અને જેમણે અબજો, ખરબની બેંકો લૂંટી છે, તેઓ તેમના મિત્રો માં ગણાય છે.