1. Home
  2. ગુજરાતી
  3. પુષ્પા બાદ અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે
પુષ્પા બાદ અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે

પુષ્પા બાદ અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે

0
Social Share
  • અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે
  • ‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’26 જાન્યુઆરીએ થિયેટરમાં થશે રિલીઝ
  • 2020માં તેલુગુ ઈન્ડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ હતી

ચેન્નાઈ:અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની રિલીઝ બાદથી સતત ચર્ચામાં છે.પુષ્પાની રિલીઝ બાદ તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે.પુષ્પાની લોકપ્રિયતાને જોતા Ala Vaikunthapurramuloo ના નિર્માતાઓએ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મનું હિન્દી વર્ઝન 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.અભિનેતાની ‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’ 2020 માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને તે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી.આ ફિલ્મ હાલમાં Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે અને તે 2020 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી.

‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’ એ ત્રિવિક્રમ નિવાસન દ્વારા દિગ્દર્શિત કોમર્શિયલ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે. અલ્લુ અર્જુનની પુષ્પા ધમાકેદાર હિટ બની ગઈ છે તેથી નિર્માતાઓએ ‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’ ને હિન્દીમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું, “અલ્લુ અર્જુન: પુષ્પા પછી, ‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’નું હિન્દી વર્ઝન 26 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે”. આ ફિલ્મમાં તબ્બુ, જયરામ, સુશાંત, નિવેથા પેથુરાજ, નવદીપ અને રાહુલ રામકૃષ્ણ પણ મહત્વની ભૂમિકામાં હતા.એસ થમને આ ફિલ્મના ચાર્ટબસ્ટર ગીતોને કંપોઝ કર્યા હતા.

‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’એ 2020માં રેકોર્ડ બ્રેકિંગ કમાણી કરી હતી.આ ફિલ્મને 2020 માં સંક્રાંતિ એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો હતો.અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’ એ પ્રથમ દિવસે વિશ્વભરમાં 85 કરોડની કમાણી કરી હતી.ફિલ્મે અમેરિકામાં 2 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં, નિર્માતાઓને ‘અલા વૈકુંઠપુરમુલ્લૂ’ની બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવાની પૂરી આશા છે.આ ફિલ્મના હિન્દી વર્ઝનને લઈને ચાહકો કેટલા ઉત્સાહિત છે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code