
હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલ્યા બાદ હવે ઈન્દોરના પાતાલપાની સ્ટેશનનું નામ પણ બદલવામાં આવશે
- ઈન્દોરના પાતાલપાની સ્ટેશનનું નામ બદલાયું
- Tantya Mama રેલવે સ્ટેશન કરવામાં આવ્યું
- સીએમ શિવરાજ સિંહ ચોહાણે કરી જાહેરાત
ભોપાલ :મધ્યપ્રદેશમાં રેલવે સ્ટેશનોના નામ બદલવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલ્યા બાદ હવે ઈન્દોરના પાતાલપાની સ્ટેશનનું નામ પણ બદલવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનનું નામ બદલીને Tantya Mama રેલવે સ્ટેશન કરવામાં આવી રહ્યું છે. આ જાહેરાત સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કરી છે. અગાઉ ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ સ્ટેશન કરવામાં આવ્યું હતું. હવે ઈન્દોરના પાતાલપાણી રેલવે સ્ટેશનને પણ નવું નામ આપવામાં આવી રહ્યું છે. તેનું નામ Tantya Mama રાખવામાં આવશે.
Tantya Mama આદિવાસીઓના હીરો ગણાય છે. પાતાલપાણી તેમનું કાર્યસ્થળ છે. અત્યાર સુધી ઈન્દોરના સ્ટેશનનું નામ પાતાલપાણી હતું પરંતુ હવે તેને બદલવામાં આવી રહ્યું છે.મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આડે હજુ બે વર્ષ બાકી છે. પરંતુ સરકાર આદિવાસીઓને લલચાવવાની એક પણ તક જવા દેવા માંગતી નથી. આ જ કારણ છે કે,પહેલા બિરસા મુંડાની જન્મજયંતિ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે રેલવે સ્ટેશનનું નામ Tantya Mama ના નામ પર રાખવામાં આવી રહ્યું છે.
Tantya આદિવાસી સમુદાયના મહાન સ્વાતંત્ર્ય સેનાની રહ્યા છે. 1840માં મધ્ય પ્રદેશના ખંડવામાં જન્મેલા Tantya ભીલ એટલા બહાદુર હતા કે અંગ્રેજોએ તેમને ‘ઇન્ડિયન રોબિન હૂડ’ નામ આપ્યું હતું. તે સમયે તે ગરીબોને મદદ કરવા અંગ્રેજોને લૂંટતો હતો. તેઓ આદિવાસીઓમાં એટલા પ્રખ્યાત છે કે,આજે પણ ઘણા ઘરોમાં તેમની પૂજા થાય છે. તેને લોકો Tantya Mama કહીને બોલાવે છે.