
‘ભૂલ ભૂલૈયા 2’ની સફળતા બાદ કાર્તિક આર્યનને મળી નિર્દેશક કબીર ખાનની ફિલ્મ – હાલ ફિલ્મ અનટાઈટલ્ડ,એક્ટરે વ્યક્ત કરી ખુશી
- કાર્તિક આર્યનને મળી બીજી ફિલ્મ
- સાજીદ નડીયાદવાલાની ફઇલ્મમાં જોવા મળશે કાર્તિક
મુંબઈઃ- ભૂલ ભૂલૈયા 2 ની સફળતા બાદ જાણે કાર્તિક આર્યનની ડિમાન્ડમાં વધારો થયો છે, અને થાય પણ કેમ નહી એ ફિલ્મમાં તેમની એક્ટિંગને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે કાર્તિક આર્યનને કબીર ખાન અને સાજીદ નડીયાદવાલાએ પોતાની ફિલ્મ માટે સિલેક્ટ કર્યો છે,એક્ટરે આ વાતની ખુશી જતાવી છે અને આ વાત સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શેર કરી છે.
કાર્તિક આર્યનના હાથમાં વધુ એક મોટા દિગ્દર્શકની ફિલ્મ આવી ગઈ છે. આ નિર્દેશક છે કબીર ખાન. કબીર ખાને એક થા ટાઈગર અને 83 જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. કબીર ખાન કાર્તિક આર્યનની ફિલ્મનું નિર્દેશન કરશે જ્યારે સાજિદ નડિયાદવાલા ફિલ્મનું નિર્માણ કરશે.
https://www.instagram.com/kartikaaryan/?utm_source=ig_embed&ig_rid=bb22df3d-6219-4b74-bb8a-63980b061e17
કાર્તિક આર્યન પોતે કબીર ખાન અને સાજિદ નડિયાદવાલા સાથેની તેની આગામી ફિલ્મની જાહેરાત સો,મીડિયા પર કરી છે. કાર્તિક આર્યને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની, કબીર ખાન અને સાજિદ નડિયાદવાલાની એક ફોટો શેર કર્યો છે.
આ ખુશીના સમાચાર શેર કરતા કાર્તિક આર્યને કેપ્શનમાં લખ્યું છે, ‘આ ખૂબ જ ખાસ છે. મારા મનપસંદ ફિલ્મ નિર્માતા કબીર ખાન અને સાજીદ નડિયાદવાલા સર સાથે આ રોમાંચક સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છું. કાર્તિક આર્યનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેતાના ચાહકો પોસ્ટને પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કબીર ખાન કાર્તિક આર્યન સાથે સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ બનાવશે.