
હરિયાણાની હિંસાને જોતા રાજધાની દિલ્હીમાં એલર્ટ – મોટી સંખ્યા પોલીસ ફોર્સ તૈનાત કરીને સુરક્ષા વધારાઈ
દિલ્હીઃ- દેશની રાજધાની એલર્ટ બની છે,હરિયાણામાં શરુ થેલી હિંસાની અસર રાજઘાની સુઘી ન પહોંચે તેને લઈને દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે મોટી સંખ્યામાં અનેક સ્થળઓએ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.હરિયાણાની હિંસાને જોતા સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાની શંકા રાજધાની દિલ્હી સુધી પહોંચી છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે.
દિલ્હી પોલીસ દ્રારા રાજધાનીના વિવિધ ભાગોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, નૂહ-ગુરુગ્રામની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી એ જણાવ્યું કે પોલીસ આસપાસના વિસ્તારોમાં અને દેશમાં બનતી ઘટનાઓ પર નજર રાખી રહી છે અને દિલ્હી પર તેની અસરને લઈને સતર્ક છે.
આ સહીત કેન્દ્રીય એજન્સીઓએ દિલ્હી અને હરિયાણાની સરહદોની નજીક આવેલા યુપીના કેટલાક જિલ્લાઓમાં વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ગુપ્તચર એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે અન્ય રાજ્યોમાં પણ આવી જ ઘટનાઓ બની શકે છે. અન્ય એક ચેતવણી સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા કર્મચારીઓ પાસે તોફાન વિરોધી સાધનો હોવા જોઈએ.