1. Home
  2. ગુજરાતી
  3. એલન મસ્કે માફી માંગતા ટ્વિટ કરીને મતદાન શરૂ કર્યું ,લોકોને પૂછ્યું ‘શું મારે ટ્વિટરના સીઈઓનું પદ છોડી દેવુ જોઈએ’
એલન મસ્કે માફી માંગતા ટ્વિટ કરીને  મતદાન શરૂ કર્યું ,લોકોને પૂછ્યું ‘શું મારે ટ્વિટરના સીઈઓનું પદ છોડી દેવુ જોઈએ’

એલન મસ્કે માફી માંગતા ટ્વિટ કરીને મતદાન શરૂ કર્યું ,લોકોને પૂછ્યું ‘શું મારે ટ્વિટરના સીઈઓનું પદ છોડી દેવુ જોઈએ’

0
Social Share
  • એલન મસ્ક એ ફરી લોકો પાસે મત માંગ્યા
  • પોતાના ટ્વિટર પદ છોડવા અંગેની રાય માંગી

દિલ્હીઃ- એલન મસ્ક સતત ચર્ચામાં રહે છે ટ્વિટરનું સીઈઓ પદ જ્યારથી તેમણે સંભાળ્યું છે ત્યારથી તે કોઈને કોઈ બાબતને ચર્ચાનો વિષય રહ્યા છે ત્યારે હવે પોતાના સીઈઓ પદ છોડવાને લઈને ટ્વિટર યૂઝર્સ પાસે મતદાન કરવા જણાવ્યું છે.ઈલોન મસ્ક આ પહેલા પણ ઘણી વખત આવા મતદાનની ક્રિયા કરી ચુક્યા છે. આ મતદાન અનોખું છે કારણ કે તેમાં તેણે પોતે જ પોતાની કંપનીના CEO પદ છોડવાની ઓફર કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ટ્વિટરના સીઈઓ એ વપરાશકર્તાઓને પોતાના વિશે પૂછ્યું છે. ટ્વિટરના સીઈઓ મસ્કએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મતદાન શરૂ કર્યું છે. આમાં તેણે આ માઈક્રો-બ્લોગિંગ સાઈટના લાખો યુઝર્સને પૂછ્યું છે કે, ‘શું મારે ટ્વિટરના વડા પદ પરથી હટી જવું જોઈએ?’

વધુ વિગત પ્રમાણે મસ્કે ટ્વીટ કર્યું કે તેઓ મતદાનના નિર્ણયનું પાલન કરશે. અન્ય એક ટ્વીટમાં તેમણે એમ પણ કહ્યું કે, “હવેથી Twitter નીતિમાં મોટા ફેરફારો પહેલા મતદાન કરવામાં આવશે, આ સાથે જ તેઓએ માફી માંગતા પણ કહ્યું કે હું માફી માંગુ છું, આવું ફરી નહીં થાય.”

આથી વધુમાં તેમણે કહ્યું હતું કે કહ્યું કે અમારા ઘણા વપરાશકર્તાઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રિય છે. પરંતુ હવે અમે Twitter પર અન્ય પ્લેટફોર્મના મફત પ્રમોશનને મંજૂરી આપીશું નહીં.ટ્વિટરે કહ્યું છે કે તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કન્ટેન્ટને પ્રમોટ કરવાના હેતુથી બનાવેલા ટ્વિટર એકાઉન્ટને બંધ કરશે.

ઉલ્લેખનીય છે કે એલન મસ્કનો આ નિર્ણય એલોન મસ્કનું આ નવું મતદાન ટ્વિટરે રવિવારે જાહેરાત કરી હતી કે ટ્વિટર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને માસ્ટોડોન સહિતના વિશિષ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રમોટ કરતા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકશે તે પછી આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code