1. Home
  2. ગુજરાતી
  3. અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ નું બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શનઃ-ફિલ્મને દર્શકોનો મળી રહ્યો છે પ્યાર
અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ નું બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શનઃ-ફિલ્મને દર્શકોનો મળી રહ્યો છે પ્યાર

અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ નું બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શનઃ-ફિલ્મને દર્શકોનો મળી રહ્યો છે પ્યાર

0
Social Share
  • ફિલ્મ તડપનું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
  • સતત બીજા દિવસે પણ દર્શકો મળી રહ્યા છે

મુંબઈઃ- 3 ડિસેમ્બરના રોજ સુનિલ શેટ્ટ્રીના પુત્ર અહાન શેટ્ટરીની ડેબ્યૂ ફિલ્મ તડપ સિનેમાઘરોમાં રિલીઝ થી હતી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બાકીની ફિલ્મોની સરખામણીમાં શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મને લઈને દર્શકોના મનમાં પહેલેથી જ ક્રેઝ હતો.

ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે 4.05 કરોડનો બિઝનેસ કર્યો હતો. Box Office India.com એ હવે બીજા દિવસની કમાણી વિશે માહિતી આપી છે. આ હિસાબે ફિલ્મે તેના બીજા દિવસે એટલે કે શનિવારે 4.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.ત્યારે આજે રવિવાર હોવાથી દર્શકોની વધુ ભીડ ફિલ્મ નિહાળશે તેવી આશાઓ સાથે આજે વધુ સારુ કલેક્શન થાય તેવી આશા સેવાઈ રહી છે

અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ એ બે દિવસમાં 8.25 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો છે. આવનારા દિવસોમાં આ ફિલ્મ વધુ કમાણી કરે તેવી શક્યતાઓ દેખાી રહી છે,

જો અહાનની એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મમાં અહાન શેટ્ટીએ સારો અભિનય કર્યો છે. તે જ સમયે, તારા સુતારિયા માટે ફિલ્મમાં કરવા માટે કંઈ ખાસ નહોતું, પરંતુ તેણે જે પાત્ર મળ્યું છે તેમાં તે અદભૂત લાગી રહી છે.

બોલિવૂડના સુપર સ્ટાલર શુનિલ શેટ્ટ્રીના પુત્ર અહાન શેટ્ટીની ફિલ્મ  ‘તડપ’ સાઉથની સુપરહિટ ફિલ્મ ‘RX 100’ની રિમેક છે. ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે તારા સુતારિયા લીડ રોલમાં જોવા મળે છે. અહાન શેટ્ટી અને તારા સુતારિયા અભિનીત, ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને સહ-નિર્મિત, સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, રજત અરોરા દ્વારા લખાયેલ અને મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત. તડપ 3 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જે આજે પમ બોક્સ ઓફિસ પર કલામ કરી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code