
અમદાવાદના થલતેજમાં રાત્રે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો એક પિલર ત્રાંસો થઈને ફ્લેટ્સ પર નમી પડ્યો
અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ફેઈઝ-1નું કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. અને નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન છે. ત્યારે શહેરના થલતેજ નજીક મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના એક પિલ્લર એકાએક ત્રાંસો થઈને ફ્લેટ પર પડતાં જ ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. જોકે સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પિલરનું સ્ટ્રક્ચર થલતેજ નજીક ફ્લેટ પર પડ્યું હતું.. જેમાં મેટ્રો પિલરનું સ્ટ્રક્ચર ત્રાસો થઈને ફ્લેટ પર પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે થલેતજ વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે ગંભીર ઘટના બની હતી. નિર્માણાધીન મેટ્રો બ્રિજનો લોખંડનો પિલર નમી પડ્યો હતો. ચાલુ વરસાદમાં લોખંડ પિલર નમી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગ અને મેટ્રો ટીમને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રોડ પર ભયજનક રીતે નમી ગયેલા પિલરને સરખો કરવાને લઇ કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ-1 શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના રુટ પર પૂરજોશમાં ટ્રાયલ રન કરાઈ રહ્યો છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ 4 સ્ટેશન તૈયાર કરાયા છે. જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે. જે બાદ સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશને મેટ્રો પહોંચશે. ત્યાંથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન આગળ વધશે. તો બીજા રુટમાં ગ્યાસપુર ડેપોથી – APMC – જીવરાજ પાર્ક – રાજીવ નગર – શ્રેયસ – પાલડી – ગાંધીગ્રામ – ઉસ્માનપુરા – વિજય નગર અને વાડજ થઈ – રાણીપ – સાબરમતી રેલવે સ્ટેશન – AEC – સાબરમતી અને મોટેરા સુધી મુસાફરોને મેટ્રો ટ્રેનનો લાભ મળશે.