1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ટર્મ પુરી થતી હોવાથી 50 ટકા ગ્રાન્ટ વાપરી શકશે
અમદાવાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ટર્મ પુરી થતી હોવાથી 50 ટકા ગ્રાન્ટ વાપરી શકશે

અમદાવાદ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ટર્મ પુરી થતી હોવાથી 50 ટકા ગ્રાન્ટ વાપરી શકશે

0
Social Share

અમદાવાદઃ જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે હાલના પદાધિકારીઓ આ વર્ષની ગ્રાન્ટની રકમ પુરેપુરી વાપરી શકશે નહીં. જિલ્લા પંચાયતના  પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેનો 50 ટકા ગ્રાન્ટની રકમ જ વાપરી શકશે. અત્યાર સુધી ટર્મ પૂરી થાય તે વર્ષમાં પૂરી ગ્રાન્ટ વાપરી નાંખવામાં આવતી હતી. જેથી નવા આવનાર સભ્યોને વધારાની ગ્રાન્ટ ફાળવવા વ્યવસ્થા કરવી પડતી હતી અથવા નવા નાણાંકિય વર્ષની ગ્રાન્ટ માટે સભ્યોએ રાહ જોવી પડતી હતી. તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)એ કરેલા નિર્ણયથી ટર્મ પૂરી થયા પછી પણ વિકાસના કામો અટકશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના પંચાયતમાં ભાજપની 30 અને કોંગ્રેસની 4 બેઠકો છે. એટલે જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. પ્રમુખ સહિત પદાધિકારીઓની અઢી વર્ષની વર્તમાન ટર્મ આગામી 31મી ઓગસ્ટના રોજ પૂરી થાય છે. અઢી વર્ષની ટર્મ પૂરી થતાં હવે જિલ્લા પંચાયતને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ સમિતિઓના ચેરમેન મળશે. નવા હોદ્દેદારો પદ ગ્રહણ કરે ત્યારબાદ વિકાસ કાર્યો માટે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં ગ્રાન્ટ હોવી જરૂરી છે. અત્યાર સુધી ટર્મ પૂરી થવા આવે તે પહેલા જ હોદ્દેદારો ગ્રાન્ટ વાપરી નાંખતા હતાં. જેથી નવા હોદ્દેદારો પદગ્રહણ કર્યા પછી ગ્રાન્ટ નહીં હોવાનો કકળાટ કરતાં હતાં. એટલે જિલ્લા પંયાયતના અગાઉના જિલ્લા વિકાસ અધિકારીએ 50 ટકા જ ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકશે એવો નિર્ણય લીધો હતો.  હવે ટર્મ પૂરી થવા આવે તે વર્ષમાં વિવિધ સમિતિઓમાં કુલ ગ્રાન્ટની 50 ટકા રકમ નવા હોદ્દેદારો માટે અનામત રાખવામાં આવશે. તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાના નિર્ણયને નવા ડીડીઓ મેહુલ દવે બદલવા માંગતા નથી. તેઓને પણ આ નિર્ણય યોગ્ય લાગે છે. પરંતુ ભાજપના કેટલાક વગદાર સભ્યો આ નિર્ણય બદલવા માટે ડીડીઓ અને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી રહ્યા છે. ડીડીઓ પર દબાણ લાવીને નિર્ણય બદલવા પ્રયાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પંચાયતના વર્તમાન પદાધિકારીઓની ટર્મ પૂરી થવામાં હજી બે મહિનાથી વધુ સમય બાકી છે. આમ છતાં તાજેતરમાં મળેલી સિંચાઇ સમિતિમાં 50 ટકા ગ્રાન્ટના કામો મંજૂર કરી દેવાયા હતા. સિંચાઇ સમિતિની એક જ બેઠકમાં કુલ ગ્રાન્ટમાંથી 50 ટકા પ્રમાણે 3.50 કરોડની ગ્રાન્ટના કામો મંજૂરી કરી દેવાતા વિવાદ સર્જાયો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code