
અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન અણદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ. 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ પાર્સલ અમેરિકાથી આવ્યાનું તપાસમાં ખુલ્યું હતું. આર્સલ ક્યાં મોકલવાનું હતું તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફોરેન પોસ્ટઓફિસમાં એક પાર્સલમાં ડ્રગ્સ હોવાની માહિતીના આધારે ક્રાઈમબ્રાન્ચે તપાસ આરંભી હતી. દરમિયાન એક પાર્સલમાંથી રૂ. 3.50 કરોડનું ડ્રગ્સ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંક્યાં હતા. આ પાર્સલ અમેરિકાથી આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. અમેરિકાથી આવેલા આ પાર્સલમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો મળી આવ્યો હતો. સમગ્ર પ્રકરણ અંગે ક્રાઈમબ્રાન્ચે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. તેમજ અગાઉ ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ આરંભી હતી.
હાઇબ્રીડ ગાંજો ડ્રગ્સ વગેરેની હેરાફેરી પહેલા એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સીમિત હતી. પરંતુ હવે ડ્રગ્સની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે. એટલે કે એક દેશથી બીજા દેશ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી ડ્રગ્સ પાર્સલ મારફતે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે. આ જ મોડસ ઓપરેન્ડીથી પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા 1 કરોડ 12 લાખની કિંમતનો 3 કિલો 775 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કરોડોની કિંમતનું ડ્રગ મળી આવ્યું હતું. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસ દરમિયાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.