1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પો. વધતા જતાં ખર્ચને પહોંચી વળવા 350 કરોડની લોન અને 200 કરોડના બોન્ડ લેશે
અમદાવાદ મ્યુનિ.કોર્પો. વધતા જતાં ખર્ચને પહોંચી વળવા 350 કરોડની લોન અને 200 કરોડના બોન્ડ લેશે

અમદાવાદ મ્યુનિ.કોર્પો. વધતા જતાં ખર્ચને પહોંચી વળવા 350 કરોડની લોન અને 200 કરોડના બોન્ડ લેશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન કેટલાક અવિચારી વિકાસ કાર્યોને લીધે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. મ્યુનિ.ને માથે કરોડો રૂપિયાનું દેવું હોવા છતાં હજુપણ દેવું કરીને પણ ઘી પી રહી છે. તાજેતરમાં મ્યુનિ.માં ગ્રીન પ્રોજેક્ટના કામો માટે 200 કરોડના બોન્ડ લેવાની દરખાસ્તને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.  આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીજી 350 કરોડની લોન ગુજરાત સ્ટેટ ફાઈનાન્સ કોર્પોરેશન (જીએસએફએસ) પાસેથી લેશે. આ લોન પગાર, રોડ, ગટર, પાણી જેવા પ્રાથમિક કામો માટે લેવાશે. મ્યુનિ. જ્યારે 200 કરોડના બોન્ડ લેશે તો ત્યારબાદ મ્યુનિ.નું દેવું 1100 કરોડ વટાવી જવાની ધારણા છે.

​​​​​​​સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. જીએસએફએસ પાસે જે 350 કરોડના લોન લેવા જઇ રહી છે તે 7 વર્ષ માટે આપશે. તેમજ તેનનું વ્યાજદર હાલ અન્ય બેંકો જે વ્યાજ ચુકવે છે તેથી 0.25 ટકા જેટલું ઓછું હશે. રિવરફ્રન્ટ માટે લેવાયેલી લોનમાં જ મ્યુનિ.ને 6.75 ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે. મ્યુનિ.ની આવક વધારવા પ્રહલાદનગર, સિંધુભવન અને રિવરફ્રન્ટ પર બની રહેલા મલ્ટિલેવલ પાર્કિંગની દુકાનો વેચશે. અગાઉ મ્યુનિ.ને સ્માર્ટ સિટી સહિત અન્ય કામગીરી માટે 700 થી 800 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર પાસે મળતી હતી. તે રકમ જ્યારે મળે ત્યારે તે પહેલા અન્ય કામોમાં એડજસ્ટ કરી દેવાતી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની  રિવરફ્રન્ટની 350 કરોડની લોન ચાલે છે, ઉપરાંત 250 કરોડ કોન્ટ્રાક્ટરને ચૂકવવાના બાકી છે. છેલ્લા મહિનાથી ટેક્સની ઘરખમ આવક હોવા છતાં મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશો ખર્ચને પહોંચી વળતા નથી. મ્યુનિ.એ એસવીપી હોસ્પિટલ કરોડના ખર્ચે બનાવ્યા બાદ તેને મેઇન્ટેન કરવા – ચલાવવા માટે મ્યુનિ.ને દર મહિને રૂ. 17 કરોડની ખોટ જઇ રહી છે. એટલે કે બાર મહિને રૂ. 200 કરોડની ખોટ જઇ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર વાર્ષિક 200 કરોડની રકમ ચુકવે તેવી માગ મ્યુનિ. દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે. ગત વર્ષે મ્યુનિ.ની આવક 1727 કરોડ હતી. જે વધીને 2022માં 2469 કરોડે પહોંચી ગઈ છે. કોરોનાકાળમાં મ્યુનિ.એ જે ખર્ચ કર્યો તે પેટે 459 કરોડ રાજ્ય સરકારે ચૂકવ્યા હતા. તેમ છતાં મ્યુનિ.ની હાલત અંગે પૂછાતાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, મ્યુનિ.ને તેની કેટલીક સેવાઓની આવક નહીં થવાને કારણે અંદાજે 900 કરોડ જેટલું નુકસાન થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code