1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં મોંધવારી અને બેરોજગારીની વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં કરાયા, કાર્યકરોની અટકાયત
રાજ્યમાં મોંધવારી અને બેરોજગારીની વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં કરાયા, કાર્યકરોની અટકાયત

રાજ્યમાં મોંધવારી અને બેરોજગારીની વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં કરાયા, કાર્યકરોની અટકાયત

0

અમદાવાદઃ ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલા જી.એસ.ટી.ના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરમાં આક્રમક ધરણા -પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, દેશના 135 કરોડ અને ગુજરાતના 6.50 કરોડ લોકોનું સતત વધતી મોંઘવારીના મારથી જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે, વ્યાપક મોંઘવારી છે,  અસહ્ય બેરોજગારી છે, રોજરોજ જી.એસ.ટી. વધારવામાં આવી રહ્યો છે, તેનાથી દેશ આર્થિક અધોગતિમાં ધકેલાઈ રહ્યો છે. રોજબરોજની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ પર 18મી જુલાઈથી બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો. જેના જેના પરિણામે અનાજ, દાળ, લોટ, કઠોળ સહિતની ચીજવસ્તુઓમાં એક જ મહિનામાં 15 ટકા જેટલો વધારો થયો છે. ત્યારે શું આ છે અચ્છે દિન ?  5 ટકા જીએસટી લાગુ કરશેની જાહેરાત વખતે એક ભાવ વધ્યા,બીજી વાર જીએસટી લાગુ થયો તે દિવસે ભાવ વધ્યા અને હવે રીટેલ-વ્યાપારીઓ નવો માલ છે તેમ દર્શાવતા ત્રીજી વખત ભાવ વધારો સામે આવ્યો છે. ૧૫થી ૨૦ ટકા સુધીના તોતીંગ ભાવ વધારાને લીધે ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે.

અસહ્ય મોંઘવારીને લીધે ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મધ, સોયાબીન, વટાણા, ઘઉં સહિતના અનાજ વગેરે પણ આ સાથે મોંઘા થયા છે. વર્ષ 2014માં ગેસ સીલીન્ડરના ભાવ 434 રૂપિયા તે સતત વધીને 1056 થયા છે, શું સરકારની બહેનોને આ ભેટ છે. ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટીમાં સતત વધારીને 28 લાખ કરોડ દેશના નાગરિકોના કિસ્સામાંથી લુટી લીધા. એક તરફ પેટ્રોલ – ડીઝલ, ગેસના સતત ભાવ વધારો અને બીજીબાજુ રૂપિયાનું સતત અવમુલ્યનથી મોંઘવારી આસમાને પહોંચી છે. ભાજપે સત્તા માટે દરવર્ષે બે કરોડ રોજગારનું વચન એટલે કે આઠ વર્ષમાં 16 કરોડ રોજગાર આપવાનું તો એકબાજુ રહ્યું પણ ભાજપ સરકારની નીતિના કારણે આઠ કરોડ રોજગાર છીનવાઈ ગયા. બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી ઉંચો છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. પ્રદર્શન અને ધરણાંના કાર્યક્રમ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.