1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ રેલવે મંડળને માલ પરિવહનની આવકમાં વધારેઃ 9 કરોડથી વધુની આવક

અમદાવાદ રેલવે મંડળને માલ પરિવહનની આવકમાં વધારેઃ 9 કરોડથી વધુની આવક

0
Social Share

અમદાવાદઃ કોરોના મહામારી બાદ અનલોકમાં રેલવે વિભાગ દ્વારા કોવિડ નિયમો અનુસાર ટ્રેન વ્યવહાર શરૂ કર્યો હતો. કોરોના મહામારીને પગલે રેલવેની આવકને પણ અસર પડી છે. દરમિયાન અમદાવાદ રેલવે ડિવિઝનના ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર ઓક્ટોબર 2021 મહિનામાં માલ પરિવહનની રૂ. 9 કરોડથી વધુની આવક કરી છે. રેલવે દ્વારા નાના વેપારીઓ અને ખેડૂતોને વધારે આવક થાય તથા પરિવહનની સારી સુવિધા મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને પગલે વર્ષ 2020માં અમદાવાદ રેલવે ડિવિઝનને કોઈ મોટો ફાયદો થયો ન હતો.

અમદાવાદ રેલવે ડિવિઝનના રેલ પ્રવક્તાના જણાવ્યું અનુસાર, અમદાવાદ ડિવિઝનમાંથી ઓક્ટોબર 2021ના મહિના દરમિયાન પાલનપુરથી હિંદ ટર્મિનલ (દિલ્હી) માટે 14 આરએમટી રેકો સાથે, કુલ 95.27 લિટર દૂધનું પરિવહન થયું હતું. 2એનએમજી રેકો માં 450 ટન દૂધની બનાવટો અમદાવાદ ડિવિઝનના લીંચથી રંગાપાણી (ઉતર સરહદ રેલ્વે ) મોકલવામાં આવ્યું હતું, બે વીપી રેકોના માધ્યમથી 1136 ટન દૂધની બનાવટો કટક મોકલવામાં આવી તથા 2 વીપી રેકોના માધ્યમથી 1200 ટન કોટન યાર્ન બેનાપોલ બાંગ્લાદેશને ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા. ઓકટોબર મહિનામાં દિવાળી માટે પણ સૌથી વધારે બુકિંગ થયેલા હતા જેને લઇને અમદાવાદ રેલવે ડિવિઝનને ફાયદો થયો છે. વર્ષ 2020માં કોરોના મહામારીને પગલે અમદાવાદ રેલવે ડિવિઝનને આટલો ફાયદો નહોતો મળ્યો પરંતુ અનલોકમાં ધીમે-ધીમે નિયત્રણો હળવા જતા પરિવહનનો લાભ અમદાવાદ રેલવેને મળી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code