 
                                    અમદાવાદઃ એએમસીના પ્લોટમાં કચરો ઠાલનાર સામે થશે આકરી કાર્યવાહી
અમદાવાદઃ શહેરમાં મનપાના ખાલી પ્લોટમાં કચરો નાખરનાર સામે હવે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં મનપા સંચાલિક સ્વિમિંગ પુર અને જિમમાં ફી વધારાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ, સેન્ટ્રલ વર્કશોપ અને ફાયર વિભાગના (Fire Department) તેમજ રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ અને મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઇઝ કમિટીના કામો સહિત રુ. 180 લાખથી વધુની કિંમતના કામોને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં AMCના પ્લોટમાં કચરો ઠાલવવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMCના પ્લોટમાં કચરો ઠાલવવા બદલ વાહન જમાં રાખવામાં આવશે અને આ વાહન લાંબા સમય સુધી જમા રાખવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં હાલ 5000 થી વધુ AMC પ્લોટ છે. AMCમાં હવે સ્વિમિંગ અને જિમ જવું મોઘું બનશે. સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સ્વિમિંગ પૂલ અને જિમની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. મહિનાના જીમના રૂપિયા 150થી વધારીને રૂ. 350 કરવામાં આવ્યા છે. તો એક મહિનાના સ્વિમિંગના રૂપિયા 300થી વધારીને રૂ. 1000 કરવામાં આવ્યા છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

