
અફઘાનિસ્તાનથી કેટલાક યાત્રીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન વિતેલી રાતે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું
- અફઘાનથી કેટલાક યાત્રીો ભારત પરત ફર્યા
- 129 મુસાફરો સાથે એરઈન્ડિયાની ફ્લાઈટ સાંજે દિલ્હી આવી
દિલ્હીઃ- તાલિબાનીઓ દ્વારા સતત અફઘાનમાં આતંક ફેલાવ્યા બાદ હવે રાજધાની કાબુલ પણ તાલિબાનીઓએ પોતાના બાનમાં લઈ લીઘું છે જેને લઈને કેટલાક લોકો દેશ છોડવા મજબૂર બન્યા હતા ત્યારે કાબુલથી ગઈકાલ 129 જેટલા મુસાફરો સાથેનું એર ઈન્ડિયાનું વિમાન વિતેલી સાંજે દિલ્હી આવી પહોંચ્યું હતું
મળતી વિગતો પ્રમાણે સંકટ સ્થિતિમાંથી પસાર થતા દેશ માટે એરલાઇનની ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ વઅનિશ્ચિત બની છે. રિપોર્ટ અફઘાનથી મુસાફરો સાથેની આ ફ્લાઈટ કાબુલથી સાંજે 6.06 વાગ્યે ઉપડી અને રાત્રે 8 વાગ્યા પહેલા દિલ્હીમાં આવી પહોંચી હતી, વિમાનમાં આવેલા નાગરીકોએ ત્યાની સ્થિતિ વર્ણવી હતી.
ત્યાર બાદ આ ફ્લાઈટે આજે વહેલી સવારે દિલ્હીથી ઇડાન ભરી હતી અને કાબુલમાં પહોંચ્યું હતું જો કે અશઆંતિના કારણ નિર્ધારીત સમય કરતા ફ્લાઈટ ત્યા મોડી પહોંચી હતી.આ સમગ્ર બાબતે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન શહેરના બહારના વિસ્તારમાં પહોંચ્યા પછી પણ કાબુલનું એર ટ્રાફિક કંટ્રોલ મદદ માટે ઉપલબ્ધ નહોતું, તેથી ફ્લાઇટ મોડી પહોંચી. આ સાથે જ કાબુલ માટેની એક ચાર્ટર ફ્લાઇટ આજ પુરતી રદ કરવામાં આવી છે.