
અક્ષય કુમાર ઈઝ બેક – અપકમિંગ ફિલ્મ ‘મિશન રાનીગંજ -ઘ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ નું ટ્રેલર મચાવી રહ્યું છે ઘૂમ
મુંબઈઃ બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી ફ્લોપ ફિલ્મો આપી રહ્યા છએ જો કે હવે તેમની અપકમિંગ ફિલ્મ મિશન રાનીગંજને લઈને દર્શકોને ખૂબ આશા છે અને આ આશા સફળ થઈ રહી હોય તેવું ત્યારે જોવા મળ્યું કે જ્યારે થોડા દિવસો પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું.
અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા પહેલા કરતા વધી ગઈ છે.
https://www.youtube.com/watch?time_continue=135&v=QFf91hnpClI&embeds_referring_euri=https%3A%2F%2Fhindi.news18.com%2F&source_ve_path=MzY4NDIsMjM4NTE&feature=emb_title
અક્ષય કુમારનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી અત્યાર સુધીમાં તેને 30 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. ટ્રેલરમાં બતાવવામાં આવેલી ફિલ્મની સ્ટોરી પણ દર્શકોના દિલ જીતી રહી છે. સાચી ઘટનાઓ પર આધારિત આ ફિલ્મના ટ્રેલરમાં સરદાર જસવંત સિંહે કેવી રીતે મજૂરોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો તે ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે.
આ સાથે જ લોકો ફિલ્મમાં બતાવવામાં આવેલા VFXના વખાણ પણ કરી રહ્યા છે. અક્ષયની આ ફિલ્મના ટ્રેલરમાં પરિણીતી ચોપરા પણ જોવા મળી રહી છે.ફિલ્મના ટ્રેલરે રિલીઝના 24 કલાકમાં જ તેને ઘણા વ્યૂઝ મળ્યા છે અને ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
જો ફિલ્મની વાત કરીએ તો તે વાસ્તવિક જીવનના હીરો, સ્વર્ગસ્થ શ્રી જસવંત ગિલના જીવન પર આધારિત છે, જેના પાત્રમાં અક્ષય કુમાર જોવા મળે છે. તેમણે નવેમ્બર 1989માં રાણીગંજમાં કોલસાની ખાણમાં પૂરમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મિશનને વિશ્વના સૌથી સફળ બચાવ કામગીરીમાંના એક તરીકે નોંધવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પ્રભાવશાળી છે અને હવે દરેક લોકો આ સમગ્ર ઘટના વિશે જાણવા ઉત્સુક છે.
tags:
Mission Raniganj