1. Home
  2. ગુજરાતી
  3. કોરોનામાંથી સાજા થતા જ આલિયા અને રણબીર રજાઓ માણવા માલદિવ્સ પહોંચ્યા, યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ
કોરોનામાંથી સાજા થતા જ આલિયા અને રણબીર રજાઓ માણવા માલદિવ્સ પહોંચ્યા, યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

કોરોનામાંથી સાજા થતા જ આલિયા અને રણબીર રજાઓ માણવા માલદિવ્સ પહોંચ્યા, યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

0
Social Share
  • રણબીર અને આલિયા વેકેશન માણવા માલદિવ પહોંચ્યા
  • યૂઝર્સે કહ્યું, લોકો મરી રહ્યા છે અને તમે ફરી રહ્યા છો

મુંબઈ – મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ કથળતી જોવા મળી છે, ત્યારે એનેક બોલિવૂડ હસ્તીઓ પણ અત્યાર સુધી પોઝિટિવ આવી ચૂકી છે જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

કોરોનાની સ્થિતિને જોતા સરકારે ફિલ્મો અને ટીવીના શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.તો બીજી તરફ તાજેતરમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કોરોનામાંથી સાદા થયા છે અને માલદિવના પ્રવાસે જવા માટે મુંબઈ એરપોર્ટ પર  કેમેરામાં કેદ થાય છે, જો કે આ કપલનું માલદિવ જવું યૂઝર્સને ન ગમ્યું હોય તેમ લાગી રહ્યું છે.

સોમવારની સવારે આલીયા અને રણબીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા,જો કે, બન્ને એ  માસ્ક પણ પહેર્યા હતા, પરંતુ છોડા દિવસ પહેલા જ હજી તો બન્નેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા  ત્યા તો બન્ને રજાઓ માણવા ઉપડતા લોકોની નજરે ચડ્યા છે, ૂઝર્સ તેમને ખરી ખોટી સંભાળી રહ્યા છે

સામાન્ય રીતે ચાહકો આલિયા અને રણબીરને સાથે જોઇને ખુશ થતા જોવા મળતા છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ મહામારીમાં વેકેશનમાં બંનેને જતા જોઈએ ભડકે ભળ્યા છે,લોકોમાં આક્રોશ છે કે એક તરફ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, બીજી તરફ સેલેબ્સ મસ્તી કરવા માટે ગોવા અને માલદીવ જઈ રહ્યા છે. આટલું જ નહીં, કોરોનાના સમયમાં, સ્ટાર્સ સોશિયલ મીડિયા પર વેકેશનના ફોટોઝ શેર કરી રહ્યાં છે, જે લોકોને પસંદ નથી આવી રહ્યું.

આ ફોટોઝ પર એક યૂઝર્સે કોમેન્ટ કરી છે કે, ‘વાહ બેટા, કોરોનાના કેસો વધ્યા તો ઉપડ્યા માલદીવ, પૈસા હોઈ તો શું નથી થઈ શકતું’, તો બીજા એક યૂઝર્સે લખ્યું કે, ‘ફરવા જવું પણ કદાસ આવશ્યક સેવાઓમાં આવતું હશે’ વિતેલા વર્ષે આજ લોકો કહી રહ્યા હતા કે સુરક્ષિત રહેવું હોય તો ઘરમાં જ રહો,

આલિયા સહીત આ પહેલા પણ દિશા પટણી, ટાઈગર શ્રોફ, શ્રધ્ધા કપૂર, સારાઅલી ખાન,જ્હાનવી કપૂર,સારાઅલી ખાન પણ માલદીવ જઈ આવ્યા છે,આ સાથે જ હાલ કરિશ્મા તન્ના પણ ગોવામાં રજાઓ માણી રહી છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code