
આજથી શરૂ થશે આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના ફંક્શન,જાણો કયા સમયે થશે મહેંદી સેરેમની
- આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નના ફંક્શન આજથી શરુ
- આલિયાની મહેંદી સેરેમની આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે
- મહેંદી વિધિ પહેલા સવારે 11 વાગ્યે ગણેશજીની પૂજા કરાશે
મુંબઈ:બોલિવૂડના મોસ્ટ અવેઈટેડ વેડિંગ જેની ચાહકોથી લઈને બી-ટાઉન સેલેબ્સ સુધી રાહ જોઈ રહ્યા છે, તે રાહ હવે પૂરી થઈ ગઈ છે.કારણ કે આજથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર,રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મહેંદી સેરેમની આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.મહેંદી વિધિ પહેલા સવારે 11 વાગ્યે ગણેશજીની પૂજા કરવામાં આવશે.કહેવાય છે કે,કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે,રણબીર અને આલિયા પણ તેમના લગ્નની વિધિ ગણપતિ પૂજાથી શરૂ કરવા માંગે છે.
રિપોર્ટ અનુસાર, લગ્ન 14 એપ્રિલના રોજ છે, જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે,આ લગ્ન 15 એપ્રિલના રોજ થશે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નનું ભવ્ય રિસેપ્શન તાજ કોલાબા ખાતે 17 એપ્રિલે યોજાશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન રણબીરના બાંદ્રા સ્થિત ઘર વાસ્તુમાં થશે. તે જ સમયે, પ્રી-વેડિંગ ફંક્શન આરકે સ્ટુડિયોમાં યોજાશે, જે મુંબઈના ચેમ્બુરમાં છે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તાજ કોલાબા ખાતે બી-ટાઉન સેલેબ્સ માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન એક ખાનગી સમારંભ હશે. માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે.રણબીરના લગ્નમાં માત્ર 28 મહેમાનો હશે.તમામ બોલિવૂડ સેલેબ્સ રિસેપ્શનનો ભાગ બનશે.શાહરૂખ ખાન, કરણ જોહર, આમિર ખાન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સંજય લીલા ભણસાલી અને અયાન મુખર્જી આલિયા ભટ્ટના લગ્નમાં હાજરી આપવાના અહેવાલ છે.રણબીર-આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્દેશક અયાન મુખર્જી છે.આલિયાએ હાલમાં જ સંજય લીલા ભણસાલી સાથે ગંગુબાઈ કાઠિયાવાડી કરી છે.આલિયા ભટ્ટને કરણ જોહર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે આલિયા ભટ્ટે શાહરૂખ ખાન સાથે ડિયર ઝિંદગી કરી હતી.