
દિલ્હી – સમગ્ર વિશ્વમાં ગ્રાહક બજારના લીસ્ટમાં આપણો દેશ બીજા નંબરે આવે છે, છેલ્લા ઘણા વર્ષોથી, ખોરાક, પ્રવાસ, સુંદરતા જેવા ઘણા ક્ષેત્રોમાં અવનવા વ્યવસાયો શરુ થયા છે , જો કે મહિલાો પમ હવે બિઝનેસમાં આગળ વધી છે પરંતુ પુરુષો કરતા આ પ્રકારના વ્યવસાયમાં મહિલાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.
એક એક સર્વે રિપોર્ટ પ્રમાણે ભારતમાં માત્ર 8 ટકા મહિલાઓ વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. મહિલાઓને વ્યવસાય ક્ષેત્રે આગળ ધપાવવા માટે કેન્દ્ર દ્રારા અનેક મહત્વના પગલા લેવાયા છે ,આ સાથે જ મહિલાઓને આગળ લાવવા માટે અનેક યોજનાઓ વિકસાવવામાં આવી છે.
ભારત જેવા દેશોના વાતાવરણમાં, કુટુંબ પુરુષોને વ્યવસાય માટે મદદ કરે છે. પરંતુ જો મહિલાઓની વાત આવે ત્યારે કેટલાક પરિવાર ઘર અને બાળકોની દૂહાઈ આપતા હોય છે,આ સાથે જ આર્થિક રીતે મહિવલાઓને સહાય કરવા ઘણા ભાગે ઓછા પરિવારો આગળ આવતા હોય છે.
અન્નપૂર્ણા યોજના જેવી યોજના અંતર્ગત મહિલાઓને ખોરાક કે કેટરિંગના ધંધામાં 50 હજાર રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે,જો મહિલાઓ ઈચ્છે તો સરકારની આ યોજનાનો લાભ લઈને તેઓ આ ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય શરુ કરી શકે છે, આ માટે મહિલાઓ એ પરિવાર શકે છે. આ રકમ સાથે, જો તેના પૈસા પર નિર્ભર નહી રહેવું પડે. આ સાથે જ આ વ્યવસાયમાં સરકાર તરફથી ગેસ કનેક્શનથી લઈને વાસણો ખરીદવા સુધીની દરેક મદદ પણ મળી રહે છે.
આ સાથે જ સ્ત્રી શક્તિ પેકેજમાં મહિલાઓને 50 હજારથી 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે જેમાં તેઓ 50 ટકા હિસ્સો ધરાવે છે. જો કે, આ યોજના હજી પણ વધુ વ્યાપકપણે કાર્ય કરે છે.
આ સાથે જ બીજી તરફ નાના નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા સરકારે મુદ્રા યોજના પણ રજૂ કરી છે. જેમાં 50 હજારથી લઈને 50 લાખ સુધીની લોન કોઈપણ રાષ્ટ્રીય બેંકમાંથી લઈ શકાય છે. સરકારની આવી કેટલીક યોજનાો હેછળ અનેક મહિલાઓ પોતાનો વ્યવસાય શરુ કરીને પગભર બની શકે છે.
સાહિન-