સાઉથના સુપર સ્ટાર અલ્લૂ અર્જૂનની ફિલ્મે સિનેમાઘરોમાં તહેલકો મચાવ્યો હતો, ફિલ્મ પુષ્પા દર્શકોઓ ખૂબ વખાણી છે, તેના દરેક સોંગ્સ પણ સુપર હિટ સાબિત થયા છે, જો કે આ ફિલ્મનું હિંદી વર્ઝન માત્ર સિનેમાઘરોમાં જ આવ્યું છે હાલ ઓટીટી પ્લેટફોર્મ પર નથી.આ સાથે જ સાઉથ વર્ઝન તો ઓટીટી પર જોવા મળી ચૂક્યું છે.
ત્યારે હવે પુષ્પાનું હિંદી વર્ઝન જોવા માંગતા પ્રેક્ષકો માટે સારા સમચારા મળી રહ્યા છે. બીજી તરફ, ‘પુષ્પાઃ ધ રાઇઝ’નું સાઉથ વર્ઝન ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના હિન્દી વર્ઝનની પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેના હિન્દી વર્ઝનની રિલીઝ ડેટ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં 80.48 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સુકુમાર આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના, મલયાલમ ફિલ્મ અભિનેતા ફહદ ફાસીલ પણ છે. ફિલ્મની સિક્વલ ‘પુષ્પાઃ ધ રૂલ’નું નિર્માણ આ વર્ષે શરૂ થશે.
The 🔥 is going to burn brighter!
Watch #PushpaOnPrime in Hindi, Jan 14@alluarjun #FahadhFaasil @iamRashmika @Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi @actorbrahmaji @aryasukku @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/BsKosSy7RA— prime video IN (@PrimeVideoIN) January 10, 2022
અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પાઃ ધ રાઇઝ’નું હિન્દી વર્ઝન 14 જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. પ્રાઇમ વિડિયોએ સોમવારે આ જાહેરાત એવા સમયે કરી જ્યારે તેલુગુ ફિલ્મનું હિન્દી વર્ઝન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મનું તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ વર્ઝન 7 જાન્યુઆરીથી પ્રાઇમ વીડિયો પર પ્રસારિત થઈ રહ્યા છે.ત્યારે રહવે હિંદી ર્ઝન આવતાની સાથે જે પ્રેક્ષકો કોરોનાને લઈને સલિનેમાઘરો સુધી જઈ શક્યા નથી તેમને આ ફિલ્મ જોવાનો લાભ મળશે.


